વહેલી સવારે ભયંકર આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં અફરાતફરી

વહેલી સવારે ભયંકર આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતાં અફરાતફરી

દહેજ GIDCમાં આવેલી એક કંપનીમાં આજે (17મી ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં ઉત્પાદન કે પ્રોસેસનું કામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ આસપાસની કંપનીઓ અને સ્થાનિક ફાયર સ્ટેશનોમાંથી ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...