17 વર્ષીય પરણિતાએ સાબરમતિમાં ઝંપલાવી આપઘાત કર્યો, આરોપી પતિ સામે ગુનો દાખલ

17 વર્ષીય પરણિતાએ સાબરમતિમાં ઝંપલાવી આપઘાત કર્યો, આરોપી પતિ સામે ગુનો દાખલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) ખાતે પેટલાદની એક 17 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિના સતત શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવાના વર્તનથી કંટાળીને સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મૃતક સગીરાએ ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ પતિ ફરદીન શેખ દ્વારા તેને સતત શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. ત્રાસની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. સતત મળતા ત્રાસ અને ઘરબાર વિનાની થઈ ગયેલી સગીરાએ અત્યંત હતાશ થઈને સાબરમતી નદીમાં કૂદી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

ઘટના અંગે જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સગીરાને આપઘાત કરવા મજબૂર કરવાના ગંભીર મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. મૃતકના આરોપી પતિ ફરદીન શેખ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...