કવાંટ તાલુકાના ભુમસવાડા ગામના બાબાદેવ વિસ્તારમાં અંદાજે એક વર્ષ અગાઉ બનાવવામાં આવેલો ચેકડેમ ભારે વરસાદ બાદ ધોવાઈ જતાં તેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ડેમના ધોવાણ બાદ તેમાં મૂકેલી રેતીથી ભરેલી થેલીઓ બહાર દેખાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક યુવાનોના જણાવ્યા મુજબ, મજબૂત સિમેન્ટ-કોન્ક્રીટના બાંધકામને બદલે રેતીની થેલીઓનો ઉપયોગ કરાયો હતો. જેના કારણે ભારે વરસાદનું પાણી આવતાં ચેકડેમ ટકી શક્યો નહીં અને એક જ વર્ષમાં ધોવાયો હતો.
ડેમના અવશેષોમાંથી બહાર આવેલી રેતીની થેલીઓ બાંધકામમાં થયેલી ગેરરીતિ તરફ્ સ્પષ્ટ ઈશારો કરતી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગ્રામજનોએ આ સમગ્ર મામલે સંબંધિત બાંધકામ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જો ટેકનિકલ તપાસ કરાય તો ચેકડેમના બાંધકામમાં ગુણવત્તા સાથે કરેલા સમાધાન તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપોની હકીકત સામે આવી શકે તેવી ચર્ચા ગામમાં ચાલે છે.
અહી દર્શાવેલ ચિત્ર ચેક ડેમ નું ઉદાહરણ તરીકે બ્તાવ્વવા માટેનું ચિત્ર છે
