વડોદરા ગ્રામ્યના પાદરા ટાઉનના લતીપુરા રોડ પર અંબાશકરી પાસે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના જથ્થા અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, દરોડા દરમિયાન સુરેશ ઉર્ફે ટીકો માળી અને તેના ભાઈ રાજુ માળીના કબજા સાથે સંકળાયેલા સ્થળોએથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બંને સ્થળેથી કુલ 2,067 બોટલ, ક્વાર્ટર અને બીયર ટીન મળી કુલ રૂ.5,79,900નો વિદેશી દારૂ તથા રૂ.10,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.5,89,900નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં કરજણ નજીક મીયાગામે રહેતા જગદીશસિંહ મોરી પાસેથી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. જોકે, દરોડા દરમિયાન તે હાજર મળી આવ્યો નહોતો. સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દારૂના જથ્થાના સ્ત્રોત અને તેની હેરફેર અંગેની વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
