કંપનીના ડિરેક્ટરના નામે મેસેજ કરીને રૃા.૫૦ લાખ પડાવ્યા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી કંપનીના ડિરેક્ટરના પ્રોફાઇલ પિક્ચર સાથે વોટ્સએપ પર મેસેજ કરી કંપનીના એકાઉન્ટન્ટ પાસે રૃા.૫૦ લાખની માંગણી કરી સાયબર ગઠિયાઓએ પોતાના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતાં.


દિલ્હીના મૂળ વતની પરંતુ હાલ ન્યુ અલકાપુરીમાં યુરોપિયન કોર્નરમાં રહેતા ઉત્સવ રાજીવ ગુપ્તાએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડભાસા ગામે આવેલી સુપરટેક ફેબ્રિક પ્રા.લી. કંપનીમાં ડિરેક્ટર છું. અમારી કંપનીનું ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓ. બેન્કમાં એકાઉન્ટ છે. કંપનીની સિનિયર એકાઉન્ટન્ટ હિનલ પટેલ પ્રેગ્નન્ટ હોવાથી તે ઘેરથી જ કામ કરે છે અને કંપનીના મોબાઇલનો ઉપયોગ કરે છે. હિનલના આ મોબાઇલ પર મારુ નામ લખેલ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે કંપનીના બેન્ક એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે

.
અજાણ્યા વોટ્સએપ નંબરના પ્રોફાઇલમાં મારો ફોટો હોવાથી હિનલને વિશ્વાસ બેઠો હતો અને તેણે બેન્ક બેલેન્સવાળો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો. બાદમાં આઇડીએફસી ફર્સ્ટ બેન્કના એકાઉન્ટમાં રૃા.૫૦ લાખ ટ્રાન્સફર કરવાનું વોટ્સએપ મેસેજમાં જણાવી પેમેન્ટ ફાસ્ટ કરવાનું કહ્યું હતું. જેથી હિનલ પટેલે જુનિયર નેહા ખરાદીને કહેતા નેહાએ તા.૨૨ જુલાઇના રોજ આરટીજીએસ ફોર્મ ભરી તેમજ ચેક પર મારી સહિ કરાવી લીધી હતી. બાદમાં નેહાએ આ સ્લીપ કંપનીના ડ્રાઇવર ભાવિનને આપતા તેણે બેન્કમાં આરટીજીએસ કરાવ્યું હતું.


રાત્રે જ્યારે હું ઘેર આવ્યો ત્યારે પત્નીએ આસામ રાજ્યના એકાઉન્ટમાં પેમેન્ટ કર્યું છે તેમ વાતચીત દરમિયાન જણાવતા મેં તુરંત જ હિનલ સાથે વાત કરતા તેણે હકીકત જણાવી હતી. આ સાથે કંપની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનું લાગ્યું હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...