અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર ગાડીમાં 2 યુવકોને સળગાવવા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટના સંદર્ભે લીલીયા પોલીસે પકડાયેલા બન્ને મુખ્ય આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
2 યુવકોને જીવતા સળગાવવાના ચર્ચિત કેસમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન, આરોપીઓનો કાઢ્યો વરઘોડો
મળતી માહિતી અનુસાર, લીલીયા પોલીસે ગુંદરણ સ્થિત ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓ વિનોદ ડોડીયાર અને રાજુ ડોડીયાર પાસે સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે પેસેન્જર કારને આગ ચાંપી હતી અને કઈ રીતે આ ક્રૂર ગુનાને અંજામ આપ્યો હતો, તે અંગેનું વિગતવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી દરમિયાન લીલીયા પોલીસે બન્ને આરોપીઓનો ઘટનાસ્થળ આસપાસના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં લાવવામાં આવતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
