સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો

સ્કૂટરની ડેકીમાંથી વિદેશી દારૃનો જથ્થો મળ્યો

તળાજા શહેરના જૂની શાકમાર્કેટ વિસ્તારમાં એક્સેસ સ્કૂટરની ડેકીમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૃ સંતાડીને વેચાણ કરવાના કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તળાજા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી વિદેશી દારૃની ૩૭ બોટલો તથા વાહન મળીને કુલ રૃ. ૩૬,૨૯૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

મળતી માહિતી મુજબ, તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન જૂની શાકમાર્કેટમાં આર.આર. કોમ્પ્લેક્સ સામેના ખાંચામાં લક્ષ્મીનગર સોસાયટીનો રહીશ રોહિત ઉર્ફે કોહીનુર વિક્રમભાઈ વેગડ પોતાની એક્સેસ મોટરસાયકલ (જીજે-૨૩-ડીજે-૩૩૫૫) ની ડેકીમાં વિદેશી દારૃ રાખીને વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે  સ્થળ પર રેડ કરી હતી. ત્યાં કોઈ વ્યક્તિ હાજર મળ્યો ન હતો,

પરંતુ ચાવી વગરની બિનવારસી હાલતમાં પડેલી એક્સેસની ડેકી ખોલીને તપાસ કરતા તેમાંથી  ૧૮૦ એમ.એલ.ની ૩૭ સીલપેક બોટલો (કિંમત રૃ. ૬,૨૯૦) મળી આવી હતી.પોલીસે રૃ. ૬,૨૯૦ની કિંમતનો દારૃ અને રૃ. ૩૦,૦૦૦ની કિંમતનું એક્સેસ મોટરસાયકલ મળીને કુલ રૃ. ૩૬,૨૯૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન હાજર ન મળી આવનાર રોહિત ઉર્ફે કોહીનુર વેગડ સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬-બી અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...