ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે ખેતીની જમીન અને મકાન સંબંધિત જૂના વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં એક વૃદ્ધની લોખંડના પાઇપ વડે હુમલો કરી ક્ર હત્યા કરવામાં આવી હતી.ગારીયાધાર પોલીસે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વીરડી ગામે રહેતા આણંદભાઈ પુંજાભાઈ કંટારીયા પોતાના ઘરે હાજર હતા, ત્યારે સવારના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે તેમના જ કુટુમ્બીજનો રમેશ બધાભાઈ કંટારીયા, ચિરાગ રમેશભાઈ કંટારીયા અને મહેશ પ્રવીણભાઈ કંટારીયા લોખંડના પાઇપ સાથે ત્યાં ધસી આવ્યા હતા. ત્રણેયએ જૂની દાઝ રાખી આણંદભાઈ પર અચાનક હુમલો કરી દીધો હતો અને લોખંડના પાઇપ વડે હાથ, પગ તથા કપાળના ભાગે મરણતોલ ઇજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા.
