ભારત સામેની બીજી T20I મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા 250 રનનો વિશાળ ટોર્ગેટ 18.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન શાઇ હોપે આ શાનદાર રનચેઝમાં માત્ર 45 બોલમાં 6 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 102 રનની વિસ્ફોટક સદી ફટકારી હતી. ભારતે આ મેચમાં સંજુ સેમસનના 82 રન, કેપ્ટન શ્રેયસ અય્યરના 40 રન અને તિલક વર્માના અણનમ 44 રનની મદદથી નિર્ધારિત ઓવરોમાં 249 રન બનાવ્યા હતા. જોકે, ઓસ અને વિન્ડિઝ બેટ્સમેનોની તોફાની બેટિંગના કારણે ભારત આ સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
> વેસ્ટ ઇન્ડિઝની મેન્સ T20I ક્રિકેટના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો રનચેઝ છે. આ યાદીમાં પ્રથમ સ્થાને સાઉથ આફ્રિકા છે, જેમણે 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામે 259 રન ચેઝ કર્યા હતા.
> ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ મેચમાં કુલ 501 રન બન્યા, જે T20I ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં એક જ મેચમાં બનેલા બીજા સૌથી વધુ રન છે.
> આ મેચમાં કુલ 46 ચોગ્ગા અને 33 છગ્ગા સહિત કુલ 79 બાઉન્ડ્રી લાગી હતી, જે T20I ઇન્ટરનેશનલ મેચમાં ત્રીજી સૌથી વધુ બાઉન્ડ્રી છે.
> શાઇ હોપે 45 બોલમાં સદી ફટકારી, જે વેસ્ટ ઇન્ડિઝ માટે T20I ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે.
> વેસ્ટ ઇન્ડિઝે પોતાના T20I ક્રિકેટ ઇતિહાસનો આ સૌથી મોટો ટોર્ગેટ ચેઝ કર્યો છે.
>વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે T20I ક્રિકેટમાં સૌથી મોટો ટોર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયા સામે 223 રન ચેઝ કર્યા હતા.
>શ્રેયસ અય્યર T20I ક્રિકેટના ઇતિહાસના પહેલા એવા કેપ્ટન બન્યા છે, જેઓ 3 વખત 240 કે તેથી વધુ રનનો ટોર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
> શાઇ હોપ ત્રણેય ફોર્મેટમાં સફળ રનચેઝ દરમિયાન સદી ફટકારનાર પથુમ નિસાંકા પછી દુનિયાના બીજા બેટ્સમેન બની ગયા છે.
> આ મેચમાં શાઇ હોપે ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ અને દુનિયાના માત્ર બીજા ખેલાડી બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે.
