નાના પાટેકર વિશે અભિનેત્રી તનુશ્રી દત્તાની વધુ એક ટિપ્પણી

નાના પાટેકર વિશે અભિનેત્રી તનુશ્રી દત્તાની વધુ એક ટિપ્પણી

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકરના નિધન બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નાના પાટેકરના અવસાન પર તનુશ્રીએ તેમને ‘Evil Dead’ (શેતાન મરી ગયો) કહીને સંબોધ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સમર્થનમાં પણ આવ્યા છે. આ વિવાદ વચ્ચે હવે અભિનેત્રીએ લાઈવ આવીને પોતાના હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

“સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા તનુશ્રી દત્તાએ એક લાઈવ વિડીયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે તે હાલ ઉજ્જૈનમાં છે અને ટ્વિટર પર તેમને સારું સમર્થન મળી રહ્યું છે. ટ્રોલર્સ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે, “જે ઇન્સાનએ મારી જિંદગી ખરાબ કરી, ગુંડાઓ મોકલીને મને પરેશાન કરી, મને એન્ઝાઈટી આપી અને મારા કામ બગાડ્યા… તે કોઈ એક વ્યક્તિ નહોતો પરંતુ શેતાનોનું આખું જૂથ હતું. મેં ‘ઇવિલ ડેડ’ કહી દીધું તો આટલો હોબાળો મચી ગયો. ઇવિલનો મતલબ શેતાન અને ડેડનો મતલબ ગયો, એટલે કે શેતાન ગયો.”
તનુશ્રીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ શબ્દો એટલા માટે કહ્યા હતા જેથી મીડિયાનું ધ્યાન તે ઇવેન્ટથી હટીને આ મુદ્દા પર જાય. કેટલાક લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈના મર્યા પછી તેના વિશે ખરાબ ન બોલવું જોઈએ, જેનો જવાબ આપતા તનુશ્રીએ કહ્યું, “હજારો વર્ષો પછી પણ તમે લોકો રાવણનું પુતળાનું કેમ દહન કરો છો? જે લોકો એવું કહે છે કે મર્યા પછી ખરાબ ન બોલવું જોઈએ, તેઓ હનુમાનજી દ્વારા જેની લંકા સળગાવવામાં આવી હતી તેમને પણ શ્રદ્ધાંજલિ આપે.” તેમણે ઉમેર્યું કે મારા ધર્મે શીખવ્યું છે કે શેતાન જીવતેજીવ પણ શેતાન જ હોય છે અને મર્યા પછી પણ. જેણે બધા સાથે ખરાબ કર્યું અને ક્યારેય માફી નથી માંગી, તેને નર્કમાં જવું જોઈએ. આ વિવાદાસ્પદ નિવેદન બાદ નાના પાટેકરના ચાહકો તનુશ્રીના આ વિડીયો પર ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે નાના પાટેકર દુનિયામાંથી જતા-જતા પણ તેમને લાઈમલાઇટ આપીને ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...