વડોદરા કોર્પોરેશનની ઓફિસ પાછળ જ ગંદકીના ઢગલા ગંદકીથી લોકો પરેશાન

વડોદરા કોર્પોરેશનની ઓફિસ પાછળ જ ગંદકીના ઢગલા ગંદકીથી લોકો પરેશાન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ જ સફાઈના અભાવે ગંદકીની સ્થિતિ જોવા મળી રહી છે. વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડતો હોવાથી મોઢે રૂમાલ રાખીને પસાર થવાની ફરજ પડી રહી છે. તંત્રની મુખ્ય કચેરીની આસપાસ જ આવી સ્થિતિ જોવા મળતાં કોર્પોરેશનની સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં કેટલાક વેપારીઓ દ્વારા ગંદકી ફેલાવવામાં આવે છે. ગંદકી નહીં ફેલાવવા માટે અનેકવાર સૂચનાઓ આપવામાં આવી હોવા ઉપરાંત નોટિસ અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. તેમ છતાં વેપારીઓ પર તેની કોઈ અસર પડી રહી નહીં હોય તેવી સ્થિતિ સ્થળ પર નજરે પડી રહી છે.

એક તરફ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી સ્વચ્છતા જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની કચેરી ખાતે જ ગંદકી અને દુર્ગંધની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે સ્વચ્છતા અંગેની તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.

સ્થાનિકોની માંગ છે કે માત્ર નોટિસ અને દંડ પૂરતા નહીં, પરંતુ ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે તથા કમિશનર કચેરી આસપાસના વિસ્તારમાં નિયમિત સફાઈ થાય. શહેરમાં સ્વચ્છતા અભિયાનની વાતો કરતાં પહેલાં કોર્પોરેશને પોતાની કચેરીની આસપાસ જ અસરકારક સફાઈ ઝુંબેશ હાથ ધરવી જરૂરી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...