માતા-બચ્ચું સહિત બે દીપડી પાંજરે પુરાઈ, તબીબી તપાસ બાદ બંનેને ઘાઢ જંગલમાં છોડાશે

માતા-બચ્ચું સહિત બે દીપડી પાંજરે પુરાઈ, તબીબી તપાસ બાદ બંનેને ઘાઢ જંગલમાં છોડાશે

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બહેજ ગામે છેલ્લા બે દિવસથી દીપડાની સક્રિય અવરજવરને કારણે ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વનવિભાગ અને RCSSGની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાંજરા ગોઠવી સફળ કામગીરી પાર પાડી હતી, જેમાં માતા અને બચ્ચું સહિત બે દીપડીઓ પાંજરે પુરાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, બહેજ ગામમાં દીપડાના ત્રાસથી છુટકારો અપાવવા માટે વનવિભાગ અને RCSSGની ટીમ દ્વારા વ્યુહાત્મક રીતે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પ્રથમ આશરે એક વર્ષનું દીપડીનું બચ્ચું પાંજરે પુરાયું હતું. ત્યારબાદ અડીને જ મુકાયેલા અન્ય એક પાંજરામાં તેની માતા (દીપડી) પણ પકડાઈ ગઈ હતી. માતા અને બચ્ચું બંને એકસાથે પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.
વનવિભાગ અને RCSSG ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયેલી બંને દીપડીઓને હાલ વાલોડ નર્સરી ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં પશુ ચિકિત્સકો દ્વારા તેમની તબીબી તપાસ (Medical Check-up) કરવામાં આવી રહી છે. શારીરિક રીતે પૂર્ણ સ્વસ્થ જણાતા બંને દીપડીઓને ટૂંક સમયમાં જ સુરક્ષિત રીતે ઘાઢ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...