ફાર્માસિસ્ટ એટલે માત્ર દવા વેચનાર નહીં, સ્વાસ્થ્યના સાચા રક્ષક

સામાન્ય રીતે સમાજમાં એવી ગેરસમજ જોવા મળે છે કે ફાર્માસિસ્ટનું કામ માત્ર પ્રિસ્ક્રિપ્શન જોઈને દવાઓ આપવાનું કે તેનું વેચાણ કરવાનું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દવાના સંશોધનથી લઈને દર્દીના શરીર સુધી પહોંચવાના દરેક તબક્કે ફાર્માસિસ્ટની ભૂમિકા અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક હોય છે.

સરળ શબ્દોમાં કહીએ તો— “દવાના સંપૂર્ણ વિજ્ઞાનના જાણકાર અને દવાની સાચી ‘કુંડળી’ સમજતા સ્વાસ્થ્ય વિજ્ઞાની એટલે ફાર્માસિસ્ટ.”

ફાર્માસિસ્ટ ડે’ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ૨૫ સપ્ટેમ્બર ૧૯૧૨ના રોજ સ્થાપિત થયેલા ‘ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ ફેડરેશન’ (FIP) ના સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે વર્ષ ૨૦૦૯થી આ દિવસની વૈશ્વિક ઉજવણીનો પ્રારંભ થયો હતો.

વર્ષ ૨૦૨૬ની “વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે”ની થીમ “Empowering Pharmacists for Healthier Futures” (સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે ફાર્માસિસ્ટનું સશક્તિકરણ) છે.

૧. સંશોધન, નિર્માણ અને ‘ઝીરો એરર’ ક્વોલિટી કંટ્રોલ

  • રિસર્ચ અને ટ્રાયલ્સ: કેન્સર, એઇડ્ઝ (AIDS) કે અન્ય જટિલ રોગોની જીવનરક્ષક દવાઓ હોય કે પછી કોરોના અને સર્વાઇકલ કેન્સરની રસી (Vaccines)— આ તમામની પાછળ ફાર્માસિસ્ટનું ઊંડું સંશોધન અને જ્ઞાન રહેલું છે.

* ઝીરો એરર (Zero Error) સિસ્ટમ : દવાન ઉત્પાદન (Manufacturing) દરમિયાન માઇક્રોગ્રામ કક્ષાની ભૂલ પણ જીવલેણ નીવડી શકે છે. તેથી ફાર્માસિસ્ટ ૧૦૦% ક્ષતિરહિત અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો જાળવી રાખે છે.

૨. ડૉક્ટર અને દર્દી વચ્ચેની મજબૂત સેતુ-કડી

  • પ્રિસ્ક્રિપ્શન ચકાસણી: સરખા ઉચ્ચારણ કે સરખા નામવાળી દવાઓની અદલાબદલી (Look-alike Sound-alike drugs) અટકાવીને તથા યોગ્ય ડોઝ ચકાસીને ફાર્માસિસ્ટ દર્દીનો અદ્રશ્ય જીવ બચાવે છે.

* સાચું માર્ગદર્શન (Drug-Food Interaction): દવા ક્યારે લેવી (ભૂખ્યા પેટે કે જમ્યા પછી) અને કયા ખોરાક સાથે દવા ન લેવી તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

  • આડઅસર (Side Effects) થી રક્ષણ: દવા લીધા પછી થઈ શકતી શક્ય આડઅસરો વિશે દર્દીને અગાઉથી માહિતગાર કરે છે.
  • ડ્રગ-ડ્રગ ઇન્ટરેક્શન (Drug-Drug Interaction): જ્યારે દર્દી એકસાથે મલ્ટિપલ રોગોની દવાઓ લેતો હોય, ત્યારે દવાઓ એકબીજા સાથે વિપરીત પ્રતિક્રિયા ન કરે તે માટે જરૂર પડ્યે ડૉક્ટર સાથે સંપર્ક કરીને ડોઝમાં સુધારો કરાવે છે.

૩. એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ અને સેલ્ફ-મેડિકેશન સામે જાગૃતિ

  • ડૉક્ટરની સલાહ વગર જાતે જ એન્ટિબાયોટિક્સ કે પેઇનકિલર્સ લેવાની ટેવ (Self-Medication) અત્યંત જોખમી છે. ફાર્માસિસ્ટ લોકોને આ વિશે જાગૃત કરીને વૈશ્વિક ખતરો બની રહેલા ‘સુપરબગ’ અને ‘એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ’ (AMR) સામે ઢાલ બનીને ઊભા રહે છે.

૪. કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ (Cold Chain Maintenance)

  • ઇન્સ્યુલિન, જૈવિક વેક્સિન અને સંવેદનશીલ ઇન્જેક્શન્સની અસરકારકતા જાળવી રાખવા માટે ચોક્કસ તાપમાન (જેમ કે ૨°C થી ૮°C) જાળવવું અનિવાર્ય છે. સપ્લાય ચેઇનથી લઈને અંતિમ વિતરણ સુધી આ ટેમ્પરેચર જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી ફાર્માસિસ્ટ નિભાવે છે.

૫. ગુણવત્તા ચકાસણી અને કાયદાકીય કડક પાલન

  • બજારમાં ઉપલબ્ધ દવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી છે કે કેમ તેની ચકાસણી સરકારી ડ્રગ લેબોરેટરી અને ક્વોલિટી કંટ્રોલર તરીકે ફાર્માસિસ્ટ કરે છે.
  • ‘ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-૧૯૪૦’ હેઠળ નશાકારક કે શિડ્યુલ-એચ (Schedule H/H1) દવાઓનો દુરુપયોગ રોકવામાં તેઓ કાયદાકીય રક્ષક તરીકે કામ કરે છે.

સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં કાર્યરત ફાર્માસિસ્ટ જાહેર આરોગ્યની સુધારણામાં સિંહફાળો આપી રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે પણ દર્દીઓ સુધી સમયસર દવાઓ, ઓક્સિજન અને વેક્સિનનો પુરવઠો પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારી અને પ્રાઇવેટ ફાર્માસિસ્ટોએ અવિરત કર્યું છે.

તબીબી સારવાર, દવાનું વિજ્ઞાન અને માનવ સ્વાસ્થ્યની જાળવણીમાં ફાર્માસિસ્ટ ખરા અર્થમાં આરોગ્ય ક્ષેત્રના ‘બેકબોન’ (મુખ્ય આધારસ્તંભ) છે. આવો, આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે આરોગ્ય સેવાના આ મૌન રક્ષકોના જ્ઞાન, સમર્પણ અને સેવા ભાવનાનું સન્માન કરીએ અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *