લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે તુષાર કપૂરને આવ્યો ધમકીભર્યાે કોલ

મુંબઈ,બોલિવૂડ જગતમાંથી એક પછી એક ચોંકાવનારા અપરાધિક સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા તુષાર કપૂરને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૫ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકીભર્યાે કોલ આવ્યો હતો. જોકે, મુંબઈ પોલીસની તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે અને કોલ કરનાર શખ્સ નકલી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારવા અને ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના મામલાએ પણ મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી છે.બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર પર તાજેતરમાં મુસીબતના વાદળો છવાયા હતા જ્યારે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.

ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યાે હતો કે તે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ‘હેરી બોક્સર’ બોલી રહ્યો છે અને તેણે અભિનેતા પાસે ૫ કરોડ રૂપિયાની ફિરૌતીની માંગણી કરી હતી. આ ધમકીથી ડર્યા વગર તુષાર કપૂરે તાત્કાલિક આ મામલે મુંબઈ પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.ઘટનાની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી એક્સોર્શન સેલ દ્વારા તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક તપાસ દરમિયાન પોલીસે ધમકી આપનાર વ્યક્તિના ઓડિયો રેકો‹ડગ અને પોલીસ ડેટાબેઝમાં ઉપલબ્ધ અસલી ‘હેરી બોક્સર’ના અવાજના નમૂનાની સરખામણી કરી હતી.

તપાસમાં બંને અવાજોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ધમકીભર્યાે કોલ વાસ્તવિક ગેંગ તરફથી નહોતો આવ્યો, પરંતુ કોઈ બદમાશે કે ડરાવવાના ઈરાદે લોરેન્સ ગેંગના નામનો દુરુપયોગ કર્યાે હતો. હાલ પોલીસ ઓડિયો મોકલનાર અને તે પાછળના મુખ્ય હેતુને શોધી કાઢવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.બીજી તરફ, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો અગાઉ અમિતાભ બચ્ચનના પ્રખ્યાત નિવાસસ્થાન ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. આ ગંભીર ધમકી બાદ મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અમિતાભ બચ્ચનના બંગલાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

ગત રવિવારે જ્યારે બિગ બી પોતાના ચાહકોને મળવા આવ્યા ત્યારે તેઓ કડક સુરક્ષા વચ્ચે બુલેટપ્‰ફ કાચની અંદર નજરે પડ્યા હતા, જ્યાં તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.બોલિવૂડમાં સેલિબ્રિટીઓની સુરક્ષા પર ઉઠેલા સવાલો વચ્ચે ગત ૧૮ ઓક્ટોબરે અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાનો મામલો પણ ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ જ્યારે ફૂટબોલ પ્રેક્ટિસ પૂર્ણ કરી પોતાની કારમાં ગ્રાઉન્ડની બહાર નીકળી રહ્યા હતા,

ત્યારે અગાઉથી ઘાત લગાવીને બેઠેલા બે શૂટરોએ તેમની ગાડી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદ્દનસીબે ટાઈગર શ્રોફ આ હુમલામાં બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગોળી વાગી હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ સ્વીકારી હતી, જેમાં પોલીસે લોરેન્સ ગેંગના સભ્ય અનિલ પંડિતને મુખ્ય આરોપી તરીકે નામિત કર્યાે છે.મુંબઈ પોલીસ હાલ ફિલ્મી હસ્તીઓને મળી રહેલી ધમકીઓ અને સુરક્ષાના મુદ્દાઓને લઈને અત્યંત સતર્ક બની છે અને તમામ મામલાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.SS1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *