જેટિંગ મશીન છતાં વિરપુર નગરની ગટર સમસ્યા યથાવત

જેટિંગ મશીન છતાં વિરપુર નગરની ગટર સમસ્યા યથાવત

મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયત પાસે ગટર અને ડ્રેનેજની સફાઇ માટે જેટિંગ મશીન ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય ક્ષમતાનું પોતાનું ટ્રેક્ટર નહીં હોવાથી સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

હાલ ગ્રામ પંચાયત દ્વારા ભાડાના ટ્રેક્ટરથી જેટિંગ મશીન ચલાવી ગટર સફાઇની કામગીરી કરાવવામાં આવી રહી છે. જેના કારણે ગ્રામ પંચાયત પર દર મહિને આશરે રૂ.50 હજારનો આર્થિક બોજ પડી રહ્યો છે. તેમ છતાં નગરની ગટર સમસ્યામાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. જેટિંગ મશીન ચલાવવા માટે ગ્રામ પંચાયત પાસે યોગ્ય ક્ષમતાનું ટ્રેકર નથી જેના કારણે જરૂરિયાત ઊભી થાય ત્યારે ભાડાના ટ્રેક્ટર પર આધાર રાખવો પડે છે. એક તરફ્ પંચાયતની તિજોરીમાંથી દર મહિને રૂા.50 હજારનું ભારણ પડી રહ્યું છે, તો બીજી તરફ્ અનેક વિસ્તારોમાં ગટરના દુષિત પાણી એ જ રીતે ઉભરાઈને રસ્તા પર આવી રહ્યા છે. બે માસ અગાઉ પ્રજાપતિ ફ્ળિયામાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જતાં આશરે સાત જેટલા બાળકોને કમળાની ભારે અસર થઈ હતી છતાં ગટર વ્યવસ્થાની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો તે સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...