બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ: નકલી ભારતીય દસ્તાવેજો જપ્ત

બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ: નકલી ભારતીય દસ્તાવેજો જપ્ત

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ સ્થિત ચંદ્રવતી વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે રહેતી ત્રણ શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે એક ઘરમાં દરોડો પાડીને ત્રણેય મહિલાઓની અટકાયત કરી હતી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન ત્રણેય મહિલાઓએ પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ મહિલાઓ લગભગ એક વર્ષ પહેલા કોઈપણ માન્ય વિઝા કે કાયદેસરના દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી પ્રવેશ્યા હતા. તલાશી દરમિયાન તેમની પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટ મળી આવ્યા છે, જ્યારે તેમની પાસે રહેલા ભારતીય ઓળખ દસ્તાવેજો સંપૂર્ણપણે બોગસ અને નકલી હોવાનું ખુલાસો થયો છે.

આ ઘટના બાદ જિલ્લા વિશેષ શાખા, સીમા સુરક્ષા દળ (BSF) અને ગૃહ વિભાગ સહિતની સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે (JIC દ્વારા) મહિલાઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. સિરોહી પોલીસ દ્વારા આ તમામ ગેરકાયદેસર ઘૂસણખોરોને ડિપોઝિટ કરી બાંગ્લાદેશ પરત મોકલવા માટે સંબંધિત ઉચ્ચ એજન્સીઓ સાથે સંકલન સાધી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...