RTO માં AI કેમેરાને કારણે કાર લાયસન્સના ટેસ્ટમાં 80% વાહનચાલકો નાપાસ

RTO માં AI કેમેરાને કારણે કાર લાયસન્સના ટેસ્ટમાં 80% વાહનચાલકો નાપાસ

કરોડો રૂપિયાની ખર્ચે બનેલી અત્યાધુનિક અમદાવાદના સુભાષબ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલના ડ્રાઇવિંગ લાઈસન્સ ટેસ્ટ માટે 16 એઆઈ કેમેરા તથા પાંચ સીસીટીવી જેવા સર્વેલન્સ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેનાથી ટ્રેકનું રેકોર્ડિંગ થાય છે. નાગરિકે કારનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વીડિયો જોયા પછી જ ટેસ્ટ ટ્રેકમાં ટેસ્ટ આપવાનો હોય છે જે સાતમાં મિનિટમાં પુરો કરવાનો હોય છે. જેમાં રિવર્સ, બોક્સ પાર્કિંગ સહિતની પ્રક્રિયા કરવાની હોય છે. આ ટેસ્ટમાં વીડિયો જોયા પછી પણ સુશિક્ષિત લોકો ભૂલ કરતા હોવાથી સમય મર્યાદામાં ટેસ્ટ પુરો કરી શકતા નથી અને 80 ટકા લોકો નાપાસ થાય છે.

રસ્તા ઉપર વાહન ચલાવતા પહેલા ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવું હવે પહેલાં જેટલું સરળ રહ્યું નથી. આધુનિક બનેલી સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં લેવાતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં કારચાલકો નાપાસ થઈ રહ્યા હોવાનું પ્રમાણ વધ્યું છે. નવી આરટીઓ કચેરીમાં ટુવ્હીલર અને કાર સહિતના ફોર વ્હીલ માટે અત્યાધુનિક એઆઈ કેમેરાથી સજ્જા ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 16 એઆઈ કેમેરા ઈલેક્ટ્રીક થાંભલાની માફક લગાવાયા છે. ઉપરાંત સર્વેલન્સ માટે પાંચ સીસીટીવી કેમેરા ટેસ્ટ પણ છે. જેમાં ટુ વ્હીલર વાહન ચાલકોને 60 સેકન્ડમાં વાહન ઉપરથી નીચે પગ અડકે નહીં તે રીતે અંગ્રેજીનો આંકડો પાડવાનો હોય છે.

જ્યારે કાર સહિત ફોર વ્હીલ ચાલક માટે એપોઇન્ટમેન્ટ લીધા પછી રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે માર્ગદર્શન આપતો ટ્રેકના નિયમો સાથેનો વીડિયો જોયા પછી જ ટેસ્ટ ટ્રેકમાં ડ્રાઇવિંગ લાઈસન્સનો ટેસ્ટ આપવાનો હોય છે. જેમાં સાત મિનિટમાં રિવર્સ તથા અંગ્રેજીનો આઠડો 90 સેકન્ડમાં બોક્સ પાર્કિંગ 130 સેકન્ડમાં અને 120 સેકન્ડમાં ઢાળ ચઢાવવાનો હોય છે. ટેસ્ટમાં ચાર રસ્તા ઉપર રખાયેલા ટ્રાફિક નિયમના ગ્રીન તથા રેડ સિગ્નલ પણ આવ છે, તેમાં કેટલાક વાહન ચાલકો ભૂલ કરી બેસે છે અને રેડ સિગ્નલમાં જતા નાપાસ થાય છે. તેમજ સમય મર્યાદામાં ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પુરી કરી શકા ન હોવાથી પણ નાપાસ થાય છે. આધુનિક બનાવ થયેલી ડ્રાઇવિંગ ટેસ્ટમાં સુશિક્ષિત લોકો પણ ગોથે ચડે છે.

સુભાષબ્રિજ આરટીઓમાં કાર સહિત ફોર વ્હીલના ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટા પ્રમાણમાં વાહનચાલકો નાપાસ થતા હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ માટે બે મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. વેઇટિંગ ઘટાડવા માટે આરટીઓ તંત્ર દ્વારા પ્રથમ સવારથી સાંજ સુધી 130 વાહનચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હતા જે સ્લોટમાં વધારો કરીને હવે 160 વાહનચાલકો સવારે 7થી સાંજે સંધ્યા કાળ સુધી ટેસ્ટ આપી શકશે કારણ કે અંધારું થયા બાદ એઆઈ કેમેરામાં વિઝન બરાબર પકડાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...