કબૂતરો અને હાથણી ને લઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને દેશના તમામ જીવદયા પ્રેમીઓ વતી કબૂતરો પ્રત્યેની તેમની લાગણીઓને સલામ કરી છે. હાર્દિક હુંડિયાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે દેશની આર્થિક રાજધાની ભારત માતાની પવિત્ર ભૂમિ મુંબઈમાં જ કબૂતરો સાથે ભેદભાવ કેમ?
હાર્દિક હુંડિયાએ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વિનંતી કરી છે કે કૃપા કરીને મને કબૂતર ખાના ચોકમાં કબૂતરની પ્રતિમા સ્થાપિત કરવાની અને તેનું નામ કબૂતર ખાના ચોક રાખવાની પરવાનગી આપો.
હાર્દિક હુંડિયાએ એમ પણ પૂછ્યું છે કે કબૂતરોને મારીને ભગાડીને સરકાર ત્યાં શું કરવા માંગતી હતી? દેશમાં ફક્ત મુંબઈમાં જ કબૂતરોને ખોરાક અને પાણી કેમ આપવા માટે નાં કરવામાં આવી?
રાષ્ટ્રની શાંતિના પ્રતીક કબૂતરોને ખવડાવનારાઓ સામે FIR કેમ? જેમણે કબૂતરો વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમની પાસેથી કોર્ટમાં આપેલા પુરાવા માંગવા જોઈએ. મુંબઈમાં ખોરાક અને પાણીના અભાવે હજારો કબૂતરો મૃત્યુ પામ્યા છે. તેમના માટે કોણ જવાબદાર છે? તમારા સુશાસન હેઠળ દરેકને ન્યાય મળે તેવી એક ઉમદા ભાવના છે
