અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીની કો ર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ૫ હેલ

Latest News આરોગ્ય કાયદો દેશ

2025 : મૂળભૂત શિક્ષણ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલામાં મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી સાથે કરાર પત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ કરાર પત્ર ગઈકાલે મહાપાલિકા વડામથકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યા હતા. આ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલ શહેરમાં 947થી વધુ મહાપાલિકાની શાળામાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર (એફએલએન) કૌશલ્ય બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે, જે મુંબઈમાં વહેલા શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવાની મુખ્ય કટિબદ્ધતા છે.
આ અવસરે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી, પૂર્વીય પરાંના એડિશનલ કમિશનર ડો. અમિત સૈની, શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. પ્રાચી જાંભેકર, અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલ, અદાણી ઈલેક્ટ્રિસિટીના સીઈઓ રમેશ શર્મા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના શણય શાહ, કૈલાશ શિંદે, અદાણી ફાઉન્ડેશનના જતિન ઉપાધ્યાય, સુબોધ સિંહ સહિતના અન્ય મહેમાનો હાજર હતા.

2021થી પ્રોજેક્ટ ઉત્થાન શિક્ષણ પર એકાગ્રતા સાથે મહાપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સફળતાથી ચલાવવામાં આવી રહ્યો છે. તેણે મલાડ, દહિસર, બોરીવરી, ચેમ્બુર અને કુર્લમાં 83 મહાપાલિકાની શાળાઓમાં મૂળભૂત શિક્ષણમાં પરિવર્તન લાવવામાં મોટી છલાંગ લગાવી છે, જેનાથી પ્રત્યક્ષ રીતે 25,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ પહેલે ભણતરનાં પરિણામો, વિદ્યાર્થી સહભાગ અને વધુ આનંદિત, સમાવેશક ક્લાસરૂમ નિર્માણ કરવામાં માપક્ષમ સુધારણા દર્શાવી છે.
આ પહેલ કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન સાથે સુમેળ સાધે છે અને રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020ના મુખ્ય સિદ્ધાંતો આલેખિત કરે છે.
શૈક્ષણિક મેટ્રિક્સની પાર પ્રોજેક્ટ ઉત્થાનનું લક્ષ્ય મજબૂત મૂળભૂત શિક્ષણ વાતાવરણ નિર્માણ કરીને મુંબઈની જાહેર શૈક્ષણિક પ્રણાલીમાં સૈદ્ધાંતિક રીતે પરિવર્તન લાવવાનું છે. આ પહેલ વ્યૂહાત્મક રીતે નેશનલ અચિવમેન્ટ સર્વે (એનએએસ) 2027 28માં શહેરની કામગીરી સુધારણાના લક્ષ્ય સાથે સુમેળ સાધે છે, જે કોઈ પણ બાળખ મહત્ત્વપૂર્ણ સાક્ષરતા અને અંકશાસ્ત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પાછળ નહીં રહી જાય તેની ખાતરી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ સફળતાને આધારે પ્રોજેક્ટ હવે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચતાં 947 મહાપાલિકાની શાળાના ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓને આવરી લેવા માટે શૈક્ષણિક વર્ષ 2025-26થી 2027-28 સુધી વિસ્તારવાંમાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *