કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે

નારી ચોકડી કોમલ હોટલ પાછળ, રોયલ ઓટો ગેરેઝમાંથી કોડેઇન યુકત કફ સીરપની ૫૯૨ બોટલ રૃ.૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સરકાર દ્વારા નશા મુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ જે અંતર્ગત ભાવનગર જીલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે એસઓજી પોલીસને યોગ્ય સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એસઓજીની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી. જે આધારે એસઓજી સ્ટાફના પો.કોન્સ અલ્ફાઝભાઇ વોરાએ વરતેજ પોલીસ મથકના નારી ચોકડી કોમલ હોટલ પાછળ, રોયલ ઓટો ગેરેઝ પાસે રેકી કરી ટીમ સાથે દરોડો પાડી અફઝલ રજાકભાઇ ખોરજીયા (રહે.આશાપુરાના ડેલામાં, મોમીનવાડ, બાર્ટન લાઇબ્રેરી, ભાવનગર), મહંમદફારૃક રફીકભાઇ મોમીન (રહે. મોમીનવાડ, બાર્ટન લાઇબ્રેરી, ભાવનગર)ના કબ્જામાંથી કોડેઇન ફોસ્ફેટનુ ઘટક તત્વ ધરાવતી કફ શીરપની બિન અધિકૃત  બોટલ ૫૯૨ રૃા.૧,૦૧,૬૮૦ની મળી આવતા એસઓજીએ અફઝલ અને મહંમદફારૃકને ઝડપી લઈ પૂછપરછ કરતા અમદાવાદ ખાતે રહેતો નાસિર પાસેથી મંગાવી વેચાણ કરવા માટે લાવ્યો હોવાની કબુલાલ કરતા એસઓજીએ ત્રણ શખ્સ વિરૃધ્ધ એન.ડી.પી.એસ. એકટની વિવિધ કલમ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદનો નાસિર નામનો શખ્સ કોડેઇન યુકત કફ સીરપની બોટલો અફઝલ અને મહંમદફારૃકને આપતો હતો અને બન્ને ઈસમો ગેરેજમાં બોટલો રાખી વેપલો કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...