ટ્રાન્સફોર્મર અને લાકડાનાં કારખાનામાં ભિષણ આગ ભભૂકી

ગોંડલમાં બે અલગ-અલગ જગ્યાએ આગના બનાવમાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે ધસી જઈ મહામહેનતે બન્ને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્દભાગ્યે બન્ને ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભોજરાજપરા વિસ્તારની શેરી નં.૧૬માં એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ભભૂકેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારપટ્ટ છવાઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોકક્સ કારણ જાણવા પીજીવીસીએલએ તપાસ હાથ ધરી છે. 

ગંજીવાડા વિસ્તારમાં મોડી રાત્રે ભગવાન એન્ટરપ્રાઈઝ  નામના લાકડાનાં કારખાનામાં ભિષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તેને કાબૂમાં લેવા ગોંડલ ઉપરાંત રાજકોટ અને શાપરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કારખાનાની અંદર પ્રવેશવા માટે ફાયર બ્રિગેડની ટીમે જેસીબીની મદદથી દિવાલ તોડવી પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોટ સર્કિટને કારણે લાગેલી આગથી ભારે નુકસાન થયુ છે. બન્ને ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયુ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...