સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, રાજપુર (નવા)- ખાતે પશુપાલકો માટે “વૈજ્ઞાનિક ઢબે ગાય-ભેંસપાલનની તાલીમ : જ્ઞાનથી સમૃદ્ધિ તરફ” વિષય પર એક દિવસીય તાલીમવર્ગ યોજાયો હતો. આ તાલીમ વર્ગ રિલાયંસ ફાઉન્ડેશન અંતર્ગત શ્રી નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ- ઇડર (NLRDF-IDAR ) દ્વારા પ્રાયોજિત કરાયેલ હતો. આ તાલીમવર્ગમાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ૨૫ ગામ ઉપરાંત થી ૩૭ જેટલા પશુપાલકોએ તાલીમમાં ભાગ લીધો હતો.
આ તાલીમવર્ગ કોલેજના ઈ/ચા, આચાર્ય ડો.જે.બી.નાયકની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તાલીમવર્ગમાં પ્રાધ્યાપક અને વડાશ્રી ડૉ.કે.જે.અંકુયા,પશુપાલન પોલીટેકનીકના આચાર્યશ્રી ડૉ.એલ.એમ. સોરઠીયા અને આચાર્યશ્રી ડો.જે.બી.નાયક દ્વારા તાલીમ વર્ગનું મહત્વ સમજાવતા વિગતે માહિતી રજૂ કરી હતી.આ સાથે તેઓશ્રીએ તાલીમમાં આપવામાં આવેલ જ્ઞાન અમલમાં મુકવા અને ભવિષ્યમાં NLRDF-IDARના સહયોગથી, પશુપાલકોના હિતાર્થે આવી અન્ય તાલોમો યોજવા પર ભાર મુક્યો હતો.
આ ઉપરાંત તાલીમમાં વિવિધ વિષય નિષ્ણાત દ્વારા પશુપાલનને લગતાં વિવિધ વિષયો જેવા કે ગાય-ભેંસના વિવિધ સંવર્ગના પશુઓની માવજત, ઉછેર, રહેઠાણ અને વ્યવસ્થાપન, વિવિધ સંવર્ગના પશુઓનો ખોરાક, વિવિધ રોગો, તેનો અટકાવ અને નિયંત્રણ, પ્રજનન તંત્ર અને તેના રોગો અને નિયંત્રણ, સંવર્ધન અને ઓલાદ સુધારણા, પર માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમની પણ માહિતી આપવામાં આવી હતી.જેથી ભવિષ્યમાં તેમના બાળકો અભ્યાસ કરી શકે.
કાર્યક્રમના અંતે પશુપાલકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવેલ હતી અને તાલીમનો પ્રતિભાવો આપવામાં આવ્યા હતા.
