વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની

જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ અનામતની પેચમાં ભેરવાયું છે, જેથી બહુમતી સાથેની જીતનો આનંદ છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો સાથે ભાજપે બહુમતી હાસલ કરી છે. કોંગ્રેસને માત્ર સાત બેઠકો જ મળી છે. આમ છતાંય આ જિલ્લા પંચાયતમાં જાણે કોંગ્રેસને જેકપોટ લાગ્યો છે. આદિવાસી મહિલા અનામત હોઈ કોંગ્રેસને ફાળે જિલ્લા પંચાયતનું પ્રમુખપદ જાય તેવી શક્યતા છે. ટૂંકમાં, જનાદેશ ભાજપ તરફી હોવા છતાં પણ સત્તા કોંગ્રેસની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

આ જ પ્રમાણે, વાવ-થરાદમાં ધરણીધર તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો સાથે ભાજપે તાલુકા પંચાયત પર તો કબજો મેળવી લીધો છે. પણ પ્રમુખપદ અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ જોતાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર નિલાબહેન સોઢાને પ્રમુખ બનાવવા પડે તેમ છે. આમ હારેલી બાજી હોવા છતાંય આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ બનશે.

જ્યારે મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ કુલ 16 બેઠકો પૈકી ભાજપે 13 બેઠકો જીતી છે. અન્ય ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે, એસસી અનામત હોવાથી પ્રમુખપદ ભાજપને મળે તેમ નથી. આ જોતાં ત્રણ બેઠક હોવા છતાંય કોંગ્રેસને તાલુકા પંચાયતનું પ્રમુખપદ મળે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...