દક્ષિણ ગુજરાતમાં આવતા વર્ષ-૨૦૨૭માં બુલેટ ટ્રેન દોડાવવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને મધ્ય ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહીમાં વિધ્નો નડી રહ્યા છે. ઉત્તરસંડા બુલેટ ટ્રેન સ્ટેશન તરફ જવાનો રસ્તો પહોળો કરવા માટે સંપાદન થયેલી જમીન બે વર્ષ થવા છતાં હજી પણ સરકાર મેળવી શકી નથી જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતાઓ છે.
પ્રાપ્ત માહિતી મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડા જિલ્લાના ઉત્તરસંડા તાલુકાના પીપલગ ગામની અરુણાબેન સુરેશભાઇ પટેલની માલિકીની ૮૩૨ ચો.મી. જમીન ઉત્તરસંડા સ્ટેશન તરફ જવાનો રસ્તો પહોળો કરવા માટે તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સંપાદન કરવામાં આવી હતી. આ જમીનના કુલ વળતર રૃા.૨.૫૬ કરોડ પૈકી રૃા.૧.૬૦ કરોડ ખાતેદારને ચૂકવી દેવાયા છે. જ્યારે રૃા.૪૦ લાખ અને વ્યાજની રકમ રૃા.૩૪ લાખ ચૂકવવાની બાકી છે.
સંપાદન કરવામાં આવેલી આ જમીન પર ખાતેદાર દ્વારા મોટુ ગોડાઉન બાંધી દેવામાં આવ્યું છે અને તે એક ઇલેક્ટ્રિક કંપનીને ભાડે આપી તગડું ભાડુ દર મહિને વસૂલ કરવામાં આવે છે. આ જમીનનો કબજો ખરેખર સરકારને સોંપી દેવો જોઇએ પરંતુ જમીન માલિકો હજી સુધી કબજો સોંપતા નથી એટલું જ નહી પરંતુ કલેક્ટર કચેરી દ્વારા પણ જમીનનો કબજો લેવા માટે કોઇ કારણસર કાર્યવાહી કરવામાં આવતી નથી.
જમીન સંપાદન થઇ ગઇ અને નિયમ મુજબનું વળતર ચૂકવાઇ ગયું હોવા છતાં પણ જમીન માલિક દ્વારા કબજો નહી સોંપાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી આગળ વધતી અટકી ગઇ છે. એક બાજુ બુલેટ ટ્રેન ગતિએ પ્રોજેક્ટનું કામ ચાલે છે તેવો દાવો કરવામાં આવે છે અને બીજી બાજુ આ પ્રોજેક્ટમાં વિધ્નને બે વર્ષ થવા છતાં સરકાર દ્વારા કોઇ નિશ્ચિત પગલા લેવામાં આવતા નથી.માત્ર ગ્રામ પંચાયતની એનઓસી પર ગોડાઉન બાંધી કોમર્શિયલ ઉપયોગ
ખેડા જિલ્લાના ઉત્તરસંડા તાલુકાના પીપલગ ગામની જમીન માટે કલમ-૧૧ના જાહેરનામા પહેલા માલિક તે જમીન પર કશું કરી ના શકે પરંતુ જમીન માલિકે બદઇરાદાથી ગોડાઉન બનાવી દીધુ. આ ગોડાઉન માટે માત્ર ગ્રામ પંચાયતનું એનઓસી લીધું છે જ્યારે અન્ય મંજૂરીઓ મેળવી નથી તેવો દાવો પ્રોજેક્ટના અધિકારીઓ કરી રહ્યા છે.ખેડા જિલ્લામાં જમીન સંપાદન માટે રૃા.૩૪૭.૮૪ કરોડ વળતર ચૂકવાયું
