સામાન્ય બોલાચાલી લોહિયાળ બની, યુવક પર છરીના જીવલેણ ઘા ઝીંકાયા

બોટાદ શહેરના ખોજાવાડી વિસ્તારમાં રિક્ષા પાકગ જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૃપ ધારણ કર્યું છે. બુધવારે બપોરે બનેલી આ ઘટનામાં બે ભાઈઓએ એક યુવક પર છરી અને લાકડાના પાટિયા વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, ખોજાવાડીમાં નવનાળા પાસે રહેતા ૩૫ વર્ષીય રિક્ષાચાલક હારૃનભાઈ મીણાપરાને રેલવે સ્ટેશન પાસે રિક્ષા ઉભી રાખવા બાબતે સોહિલ ઉર્ફે ભાખરો સિદાતરના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતની દાઝ રાખીને સોહિલ ઉર્ફે ભાખરો અને તેનો ભાઈ સાહિલ ઉર્ફે નનો એક્ટિવા પર હારૃનભાઈના ઘર પાસે ધસી આવ્યા હતા.હુમલાખોરોએ અપશબ્દો બોલી ઝઘડો શરૃ કર્યો હતો, જેમાં સાહિલે લાકડાના પાટિયા વડે હારૃનભાઈ પર પ્રહાર કર્યા હતા,

જ્યારે સોહિલે છરી વડે પેટ અને થાપાના ભાગે પાંચ જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૭૦ વર્ષીય માતા ખેરૃનબેનને પણ માથામાં પાટિયું અને પગમાં છરી વાગતા ઈજા પહોંચી હતી.પાડોશીઓ દોડી આવતા બંને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં હારૃનભાઈને બોટાદ બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા છે. બોટાદ ટાઉન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *