રિક્ષાચાલકની જોખમી બેદરકારી!

પાદરા–વડોદરા રોડ પર રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ સામાન અને ઉપરના ભાગે અસુરક્ષિત રીતે સામાન મૂકીને લઈ જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.રિક્ષા ઉપર આ રીતે બેદરકારીપૂર્વક સામાન મૂકીને જાહેર માર્ગ પર વાહન ચલાવવું કેટલું યોગ્ય છે? જો સામાન રસ્તા પર પડી જાય અથવા વાહનનું સંતુલન ખોરવાય તો અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.સવાલ એ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાશે કે ટ્રાફિક પોલીસ દ્વારા આવા જોખમી વાહનચાલકો સામે સમયસર કાર્યવાહી કરવામાં આવશે?જાહેર માર્ગ પર બેદરકારી નહીં, સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *