કાળાઘોડા સર્કલ પાસે પાણીની લાઇન તૂટતા ફુવારો ઉડ્યો, હજારો લીટર પાણીનો બગાડ

શહેરમાં એક તરફ દિવાળીના તહેવાર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને નાગરિકો કકળાટ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કાળાઘોડા સર્કલ પાસે પાણીનો બેફામ બગાડ જોવા મળ્યો હતો. સયાજી બાગના પ્રવેશદ્વાર પાસે મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં પાણીનો ઊંચો ફુવારો ઉડ્યો હતો. માર્ગ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તહેવારના દિવસોમાં પાણીની જરૂરિયાત વધી છે અને નાગરિકો પાણી માટે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પાણીની લાઈનમાં ભંગાણને કારણે થયેલો વેડફાટ કોર્પોરેશનની પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે.

ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા પાણીની લાઈન બંધ કરી ભંગાણનું સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ નેટવર્ક મારફતે પાણી મેળવતા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થાને અસર થઈ છે. એક તરફ પાણીની અછતની ફરિયાદો અને બીજી તરફ મુખ્ય માર્ગ પર લાઈનમાં ભંગાણને કારણે પાણીનો બગાડ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *