વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા સ્થિત એકતા નગરની મુલાકાતે આવવાના હોવાથી વિવિધ વિભાગો દ્વારા બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસનાં વાહનો પણ બંદોબસ્ત માટે મોકલવામાં આવ્યાં છે. જોકે, બંદોબસ્તમાં મોકલવામાં આવેલાં ચારેય વાહનોનું વીમા પ્રમાણપત્ર અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) પૂર્ણ થઈ હોવા છતાં વાહનો ફાળવતા અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સામાન્ય નાગરિકો પોતાનાં વાહનોનું વીમા પ્રમાણપત્ર કે પીયુસી ન ધરાવતા હોય તો પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ, સરકારી વિભાગનાં વાહનોમાં જ જરૂરી દસ્તાવેજોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોય તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેવો સવાલ પણ ઊઠ્યો છે.

વાહનોને એકતા નગર ખાતે બંદોબસ્ત માટે મોકલતાં પહેલાં જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા ચકાસવામાં આવી નહોતી. જો વાહનોનાં વીમા અને પીયુસીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેમને ફરજ પર મોકલવામાં આવ્યાં હોય, તો તે ગંભીર બેદરકારી ગણાય. ખાસ કરીને કટોકટીના સમયે નાગરિકોની સુરક્ષાની જવાબદારી સંભાળતા વિભાગનાં વાહનો જ નિયમોનું પાલન કરતાં ન હોય તો જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલ ઊભા થાય છે.