ગુજરાતમાં દારૃબંધીના કાયદાને સખત રીતે અમલમાં મૂકવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ભાવનગર અને તેની આસપાસના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પોલીસે બાતમીના આધારે ફડાફડ દરોડા પાડીને બુટલેગરોની મોંઘીદાટ કરતૂતો પર પાણી ફેરવી દીધું છે. કુંભારવાડાથી લઈને ધોલેરા અને ધંધુકા સુધી પોલીસની આ ડ્રાઇવમાં કરોડોની કિંમતના વિદેશી દારૃની બોટલો સાથે અનેક આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. ક્યાંક મકાનના ખૂણે તો ક્યાંક વાહનોની આડમાં સંતાડીને રખાતો ગેરકાયદેસર દારૃ ઝડપાતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અક્ષરપાર્ક પાસે બોરતળાવ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૃની ૨૦ સીલપેક બોટલો (કિંમત રૃ. ૧૯,૦૫૪) ઝડપી પાડી છે. પોલીસે રણજીત ઉર્ફે કિશન રવજીભાઈ ડાબસરા નામના ૨૪ વર્ષીય રત્નકલાકારની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.જ્યારે બીજા દરોડામાં ભાવનગર એલસીબી પોલીસે મહુવાના ખારના ઝાપા વિસ્તારમાં દારૃ અંગે દરોડો પાડયો હતો.
બાતમીના આધારે પતરાવાળી એક પડતર ઓરડીની તપાસ કરતા લાકડાની સેટીના ખાનામાંથી રૃ.૧,૯૦૦ની કિંમતની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૃની ૫ સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસ દરોડા દરમિયાન આરોપી અજયભાઈ નરશીભાઇ બારૈયા હાજર મળ્યો ન હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્રીજા દરોડામાં ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડાણા રોડ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેડ કરી હતી.
આ દરમિયાન ૨૫ વર્ષીય નીતિન ભાઈલાલભાઈ જીલીયા પાસેથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગરની રૃ.૩,૫૦૦ની કિંમતની ઇંગ્લિશ દારૃની ૭૫૦ એમએલની બોટલ મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ચોથા દરોડામાં ધંધુકા પોલીસે સાલાસર-અણીયાળી ભીમજી રોડ પર બસ સ્ટેન્ડ નજીકથી બાતમીના આધારે દરોડો પાડીને કોટડા ગામના રહીશ જયેશભાઈ કરમશીભાઈ મુલાણી (ઉં.વ. ૩૦)ને પકડી પાડયો હતો.
આરોપી પાસેથી પાસ-પરમિટ વગરની રૃ. ૧,૩૦૦ની કિંમતવાળી ‘રોયલ ચેલેન્જદ વિદેશી દારૃની એક સીલબંધ બોટલ મળી આવી હતી. ધંધુકા પોલીસ સ્ટેશનના ગીરીશભાઈ મકવાણાની ફરિયાદ આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાંચમાં દરોડામાં ધોલેરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે એક્ટિવેશન એરિયામાં ટાટા કોલોની પાસે રેઇડ કરીને રવિરાજસિંહ રાયુભા ડોડિયા (રહે. ચોકડી, બરવાળા) નામના શખ્સને ઝડપી લીધો છે. આરોપી પાસેથી વિદેશી દારૃની ૭ બોટલો, એક એન્ડ્રોઇડ ફોન અને બાઇક મળી રૃ. ૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
