બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકરના નિધન બાદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નાના પાટેકરના અવસાન પર તનુશ્રીએ તેમને ‘Evil Dead’ (શેતાન મરી ગયો) કહીને સંબોધ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમના સમર્થનમાં પણ આવ્યા છે. આ વિવાદ વચ્ચે હવે અભિનેત્રીએ લાઈવ આવીને પોતાના હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.
નાના પાટેકર વિશે અભિનેત્રી તનુશ્રી દત્તાની વધુ એક ટિપ્પણી
“સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા તનુશ્રી દત્તાએ એક લાઈવ વિડીયો શેર કર્યો હતો. તેમણે કહ્યું કે તે હાલ ઉજ્જૈનમાં છે અને ટ્વિટર પર તેમને સારું સમર્થન મળી રહ્યું છે. ટ્રોલર્સ પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે, “જે ઇન્સાનએ મારી જિંદગી ખરાબ કરી, ગુંડાઓ મોકલીને મને પરેશાન કરી, મને એન્ઝાઈટી આપી અને મારા કામ બગાડ્યા… તે કોઈ એક વ્યક્તિ નહોતો પરંતુ શેતાનોનું આખું જૂથ હતું. મેં ‘ઇવિલ ડેડ’ કહી દીધું તો આટલો હોબાળો મચી ગયો. ઇવિલનો મતલબ શેતાન અને ડેડનો મતલબ ગયો, એટલે કે શેતાન ગયો.”
