ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી પછી હોસ્પિટલમાંથી ફરાર

ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી પછી હોસ્પિટલમાંથી ફરાર

અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલ કારોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારનો ભારે નુકશાન થયું હતું.

ઘટનાની જાણ થતાં જ એસજી-2 ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનો છે કે આ અકસ્માતમાં આરોપી કારચાલકને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરે તે પહેલા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારચાલકે પોતાના મિત્ર પાસેથી કાર લાવ્યો હતો. કારમાં કૂલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ નજીક આવતા જ ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને સર્વિસ રોડ સાઈડમાં પડેલ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના ધમાકાથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...