ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની કેદ તથા દંડ ફટકારતી કોર્ટ…

Latest News અપરાધ કાયદો ગુજરાત

લાલપુર તાલુકાના ધરમપુર ગામના રહેવાસી લાખાભાઇ રાણાભાઇ કરમુરને ભાણવડ તાલુકાના ચોખંડ ગામના રહેવાસી પંકજભાઇ કરણાભાઇ ભાટુએ રકમ રૂા. 3,50,000 વાળા બે ચેકો મળી કુલ રૂા. 7,00,000 ની રકમ વાળા બે ચેકો આ કામના ફરીયાદીને આપેલ હોય જે બંને ચેકો મુજબની રકમ વસુલાત માટે આ કામના ફરીયાદી સદરહુ બંને ચેકો પોતાની બેંકમાં જમા કરાવતા સદરહુ બંને ચેકો રીટર્ન થતા આ કામના ફરિયાદીએ પોતાના વકીલ મારફત આ કામના આરોપીને બંને ચેકોની લેણી રકમ માટે લીગલ નોટીસ પાઠવેલ હોય તેમ છતાં પણ સદરહું બંને ચેકો મુજબની રકમ આરોપી પાસેથી વસુલ ન થતા આ કામના આરોપી સામે લાલપુરની કોર્ટમાં બંને ચેકો અંગે નેગોશીએબલ  ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબની ફરીયાદ દાખલ કરેલ હોય જે બંને ચેકોની ફરીયાદના કામે રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીના વકીલોની લેખિત તથા મૌખિક દલીલોના આધારે આ કામના આરોપીને બંને કેસોમાં તકસીરવાન  ઠરાવી બંને કેસોમાં છ-છ (6-6) માસની સાદી કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ લાલપુરની એડી. સીનીયર કોર્ટના ફરમાવ્યો હતો.

આ કામે બંને કેશોમાં ફરીયાદી તરફે લાલપુર વકીલ મંડળના ઉપપ્રમુખ વકીલ પ્રફુલ પી. કરંગીયા તથા વકીલ કુંભાભાઇ એમ. કરંગીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *