સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો 5.01 લાખની 1652 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો સાથે 4 ઝડપાયા

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો 5.01 લાખની 1652 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો સાથે 4 ઝડપાયા

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગારો વચ્ચે વોર ચાલી રહી છે. એક નામચીન બુટલેગર પોતાના સાગરિતની ધરપકડ થયા પછી ભૂરાટો થયો છે. બુટલેગરે વડોદરા પોલીસને બાયપાસ કરી એસએમસીની મદદથી શહેરમાં દારૂના દરોડાઓ પડાવવાનો શરૂ કરી વડોદરા પોલીસની આબરૂના ધજાગરા ઉડાવવાનું શરૂ કર્યું છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાજરાવાડી, ગોમતીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતા વિદેશી દૂકાન અને દારૂના વેચાણ ધંધાનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરી દરમિયાન SMCની ટીમે કુલ રૂ.6.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એસએમસીના સ્ટાફે મળેલી માહિતીના આધારે ગાજરાવાડી ખાતે ખુલ્લા શેડમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર ઉત્તમ શિવપાલભાઈ જયસ્વાલ અને તેના સાગરીત સુખબીર ગણેશભાઈ જયસ્વાલ રંગેહાથ દારૂ વેચતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન આસપાસના અલગ-અલગ મકાનો અને કરિયાણાની દુકાનમાંથી સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી તેમજ ભાડાના મકાનો અને દુકાનોમાંથી રૂ.5,01,530ની કિંમતની 1652 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો અને ટીન જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક ટીવીએસ જ્યુપીટર સ્કૂટર રૂ.1,250/- રોકડા, રૂ.80,000/- ની કિંમતના 4 મોબાઈલ ફોન અને ઓનલાઈન પેમેન્ટ માટેનું યુપીઆઈ સ્કેનર જપ્ત કરવામાં આવ્યું છે.

દારૂનો જથ્થો પૂરો પાડનાર અને સંતાડવામાં મદદ કરનાર અન્ય 5 આરોપીઓ (અભિષેક જાદવ, મયુર કનોજીયા, સંદીપ રાજપૂત, આતિશ ઠાકોર અને ગોપાલ કનોજીયા) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...