ઓવરટેક મુદ્દે સ્કૂટરચાલકને પટ્ટાથી માર મારનાર ચારેય ઝડપાયા

ઓવરટેક મુદ્દે સ્કૂટરચાલકને પટ્ટાથી માર મારનાર ચારેય ઝડપાયા

વડોદરાના બદામડી બાગ પાસે ગત 23 સપ્ટેમ્બરે ઓવરટેક કરવા મુદ્દે સ્કૂટરચાલક યુવક સાથે થયેલી મારામારીના ગુનામાં રાવપુરા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

ઓવરટેક કરવા મુદ્દે કારમાં સવાર ચાર શખ્સોએ સ્કૂટરચાલક યુવકને અટકાવી કમર પટ્ટા વડે માર માર્યો હતો. મારામારીમાં યુવકને ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓ કારમાં બેસીને નાસવા લાગ્યા હતા. જોકે ઈજાગ્રસ્ત યુવક પણ કારની પાછળ ટીંગાઈ ગયો હતો.
આ દરમિયાન લોકોએ કારને રોકાવી ચાલકને ઝડપી લીધો હતો. બનાવ અંગે યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોહિબખાન પઠાણ (રહે. અમજદ પાર્ક, તાંદળજા)ની ધરપકડ કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ અદનાન ખોખર (રહે.પત્રકાર કોલોની સોસાયટી, તાંદળજા), મોહમ્મદ પઠાણ (રહે.ભીમ સિટી, ડભોઇ) અને અલ્તાફ પઠાણ (રહે.ડ્રીમ હાઇટ્સ, તાંદળજા)ને પણ ઝડપી લીધા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં ઈજાગ્રસ્ત યુવક કારની પાછળ ટીંગાઈ ગયો હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...