દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ‘વંદે માતરમ’ અંગે શર્મિલા ટાગોરે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટાગોરે કહ્યું હતું કે અન્ય ધર્મના લોકો કદાચ ‘વંદે માતરમ’ને સ્વીકારી કે સમજી ન શકે. આ નિવેદન સામે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ પૂછ્યું કે બીજા ધર્મો સાથે જોડાયેલી ચિંતાઓ ‘વંદે માતરમ’ પ્રત્યેના દ્રષ્ટિકોણ પર કેમ અસર કરવી જોઈએ?
આ ઉપરાંત તેમણે શર્મિલાના બંગાળી મૂળ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ બંગાળમાં ઉછેર પામ્યા છે જ્યાં કાળી પૂજા ઉજવાય છે. બંગાળી સંસ્કૃતિમાં મોટા થયા પછી હવે અચાનક તેમને એવું કેમ લાગે છે કે અન્ય ધર્મના લોકો આને સ્વીકારશે નહીં.
તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતમાં રહેતા તમામ લોકોએ દેશ અને તેના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ શારીરિક રીતે નમવા ન માંગતું હોય તો કોઈ તેના પર દબાણ નથી કરતું, પરંતુ ‘વંદે માતરમ’ ન ગાવું જોઈએ એવું કહેવું સમજણ બહારની વાત છે.
