કોલેજિયન યુવતીને પ્રેમલીલા ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ!, બ્લેકમેલ કરી 14 લાખના દાગીના પડાવ્યા

કોલેજિયન યુવતીને પ્રેમલીલા ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ!, બ્લેકમેલ કરી 14 લાખના દાગીના પડાવ્યા

અમદાવાદમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કોલેજિયન યુવતીએ તેના પૂર્વ ક્લાસમેટ સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવા, અશ્લીલ તસવીરો તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 14.39 લાખ રૂપિયાના સોનાના દાગીના પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ કેસમાં આરોપીની ઓળખ અમરાઈવાડીના રહેવાસી હાર્દિક પંચાલ તરીકે થઈ છે. પીડિત યુવતી અને હાર્દિક એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ડિસેમ્બર 2025માં બંને મિત્ર બન્યા બાદ સંબંધમાં આવ્યા હતા. આરોપીએ પરિવારોને સંબંધની જાણ હોવાનું અને ભવિષ્યમાં લગ્ન કરવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, 25મી માર્ચ 2026ના રોજ હાર્દિક પંચાલ યુવતીને નિકોલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કાપડના વ્યવસાયમાં પિતાને નુકસાન થયાનું જણાવી આર્થિક મદદ માંગણી કરી હતી. યુવતીએ ના પાડતાં આરોપીએ તેની અશ્લીલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. ગત સાતમી જૂનથી 12મી ઓગસ્ટ દરમિયાન આરોપીએ પીડિતા અને તેના પરિવાર પાસેથી 144.51 ગ્રામ વજનના સોનાના દાગીના (જેની કિંમત આશરે 14.39 લાખ રૂપિયા થાય છે) મેળવી લીધા હતા. આ દાગીના નિકોલ સ્થિત એક જ્વેલર્સમાં વેચી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

દાગીના પરત આપવાની કે અન્ય ડિઝાઇનમાં બદલી આપવાની ખાતરી આપ્યા બાદ પણ આરોપીએ પૈસા કે દાગીના પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સતત ધમકીઓ ચાલુ રાખી હતી. દરમિયાન ફરિયાદી યુવતીની મોટી બહેને ઘરનું લોકર તપાસતા ઘરેણાં ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે યુવતીએ હિંમત કરીને સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી.

પરિવારે આરોપી હાર્દિક પંચાલ અને તેના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા અંતે પીડિતાએ પોતાની બહેન અને સંબંધીઓ સાથે મળીને પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે નિકોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કડક તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...