સામાન્ય રીતે મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ માત્ર મેસેજ મોકલવા, વૉઇસ-વીડિયો કૉલ કરવા કે ફોટો-વીડિયો શેર કરવા પૂરતો જ કરે છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ માત્ર આટલા પૂરતો જ મર્યાદિત રાખ્યો હોય, તો કદાચ તમે તેના ઘણા ઉપયોગી અને અદ્યતન ફીચર્સથી અજાણ છો. વોટ્સએપમાં એવા ઘણા પાવરફુલ ફીચર્સ હાજર છે જેની મદદથી તમારા ફોનમાં અન્ય ઘણી એપ્સ રાખવાની જરૂરિયાત ઘટી શકે છે. UPI પેમેન્ટ, Meta AI આસિસ્ટન્ટ, 2GB સુધીની ફાઇલ શેરિંગ, ન્યૂઝ અપડેટ્સ ચેનલ્સ અને પર્સનલ નોટ્સ જેવા ફીચર્સ વોટ્સએપને દૈનિક જીવન માટે ‘ઑલ-ઇન-વન’ સુપર-એપ બનાવે છે.
જો તમે ડિજિટલ પેમેન્ટ માટે ગૂગલ પે, ફોનપે કે પેટીએમ જેવી અલગ-અલગ એપ્સનો ઉપયોગ કરો છો, તો વોટ્સએપનું ઇન-બિલ્ટ UPI પેમેન્ટ ફીચર તમારા કામને ઘણું સરળ બનાવી શકે છે.
>વોટ્સએપ સેટિંગ્સમાં જઈને બેંક એકાઉન્ટને સરળતાથી લિંક કરી શકાય છે.
>સેટઅપ પૂર્ણ થયા બાદ તમે ચેટિંગની સાથે સાથે કોઈપણ દુકાન કે વ્યક્તિના QR કોડને સીધો સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકો છો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવા માટે હવે અલગથી થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. વોટ્સએપમાં સીધો Meta AIનો સપોર્ટ ઉપલબ્ધ છે.
>યુઝર્સ ચેટ દ્વારા કોઈપણ વિષય પર માહિતી મેળવી શકે છે.
>ઇમેઇલ કે રિઝ્યુમે ડ્રાફ્ટ તૈયાર કરાવી શકાય છે તેમજ કોડિંગ સંબંધિત સવાલોના ઉકેલ મેળવી શકાય છે.
>ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને મનપસંદ AI ફોટો કે ઇમેજ પણ જનરેટ કરી શકાય છે.
વોટ્સએપ પર હવે માત્ર નાની ક્લિપ્સ જ નહીં, પરંતુ 2GB સુધીની મોટી સાઇઝની ફાઇલો પણ સરળતાથી શેર કરી શકાય છે.
> હેવી ફોટો, વીડિયો કે મોટા ડોક્યુમેન્ટ્સ કોઈપણ મુશ્કેલી વગર અન્ય વ્યક્તિને મોકલી શકાય છે.
> ફોટો અને વીડિયોને HD ક્વોલિટીમાં અથવા ડોક્યુમેન્ટ ફાઇલ તરીકે ઓરિજિનલ રિઝોલ્યુશનમાં મોકલવાનો વિકલ્પ પણ મળે છે.
> માત્ર પોતાના એકાઉન્ટ સાથે એક સિંગલ ગ્રૂપ બનાવીને મહત્ત્વપૂર્ણ ફાઇલો, ડોક્યુમેન્ટ્સ કે મીડિયાને સુરક્ષિત સ્ટોર પણ કરી શકાય છે.
તાજા સમાચારો અને પોતાના મનપસંદ વિષયોથી અપડેટ રહેવા માટે અલગ ન્યૂઝ એપ્સ રાખવાની જરૂર નથી.
>વોટ્સએપનું ‘Channels’ ફીચર યુઝર્સને દેશ-દુનિયાના જાણીતા ન્યૂઝ પોર્ટલ, સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સ ટીમો અને મોટા બ્રાન્ડ્સ સાથે સીધા જોડે છે.
>મનપસંદ ચેનલને ફોલો કરીને તમે સમયસર જરૂરી અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ સીધા વોટ્સએપ પર મેળવી શકો છો.
વોટ્સએપનો ઉપયોગ પર્સનલ ડિજિટલ ડાયરી અથવા નોટ્સ એપ તરીકે પણ થઈ શકે છે.
> એક નવું ગ્રૂપ બનાવી અન્ય મેમ્બર્સને રિમૂવ કરી માત્ર પોતાને જ રાખી શકાય છે (અથવા ‘Message Yourself’ ફીચર વાપરી શકાય છે).
>આ ચેટનું નામ ‘Notes’ કે પોતાની પસંદ મુજબનું રાખીને તેમાં મહત્ત્વપૂર્ણ ટેક્સ્ટ નોટ્સ, વોઇસ રેકોર્ડિંગ, લિંક્સ, વીડિયો કે ફોટો સેવ કરી શકાય છે, જેને જરૂર પડ્યે ઝડપથી શોધી શકાય છે.