ચીનને ઝટકો, વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો, જાણો ભારતને શું અસર થશે

ચીનને ઝટકો, વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો, જાણો ભારતને શું અસર થશે

ચીન પરની નિર્ભરતા ઓછી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત કરવામાં આવતા ડ્રોન અને તેના સ્પેરપાર્ટ્સ પર 100% સુધીનો જંગી ટેરિફ (આયાત કર) લાદવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ નવો ટેરિફ મોટાભાગે 3 સપ્ટેમ્બરથી અમલી બનશે.

ટ્રમ્પ પ્રશાસનના નવા ફરમાન મુજબ, આ ભારે-ભરખમ 100% ટેરિફ એવા સંવેદનશીલ ડ્રોન પર લાગુ થશે જેનું વજન 25 કિલોગ્રામથી વધુ છે અથવા જેમાં થર્મલ ઈમેજિંગ જેવી એડવાન્સ સુરક્ષા ટેક્નોલોજી આપેલી છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના દાયરામાં ન આવતા હોય તેવા નાના કે સામાન્ય ડ્રોન પર 25 % જેટલો ઓછો ટેરિફ લાદવામાં આવશે.

આ નિર્ણય ભલે તમામ દેશોમાંથી આવતા ડ્રોન માટે હોય, પરંતુ તેનો મુખ્ય લક્ષ્યાંક ચીન છે. હાલમાં અમેરિકાના કોમર્શિયલ ડ્રોન માર્કેટમાં લગભગ 80% હિસ્સો ચીની ડ્રોનનો છે. રિયલ એસ્ટેટ, એગ્રીકલ્ચર, ફિલ્મ પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનમાં ચીનની ‘DJI’ કંપનીનો દબદબો છે, જે ગ્લોબલ માર્કેટમાં 70 % થી વધુ હિસ્સો ધરાવે છે. ટ્રમ્પના આ નિર્ણયથી વિદેશી સપ્લાય ચેઈન પરની નિર્ભરતા ઘટશે અને અમેરિકામાં ઘરઆંગણે ડ્રોન ઉત્પાદનને વેગ મળશે.

આ નિર્ણયની અસર ભારતીય ડ્રોન નિકાસકારો પર પણ પડશે, કારણ કે અમેરિકા ભારતના નાના અને કોમર્શિયલ ડ્રોન પર 25% ટેરિફ લગાવશે. જોકે, નિષ્ણાતોના મતે ચીન પરના આ પ્રતિબંધો ભારત માટે મોટી તક સાબિત થઈ શકે છે. અમેરિકન બજારમાં ચીની ડ્રોનનો દબદબો ઘટતાં ‘ideaForge’, ‘DroneAcharya’ અને ‘Garuda Aerospace’ જેવી ભારતીય ડ્રોન ઉત્પાદક કંપનીઓ માટે અમેરિકન માર્કેટમાં પોતાનો પગપેસારો કરવાની અને નિકાસ વધારવાની સુવર્ણ તક ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...