અલકાપુરીમાં આવેલી સોનીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો ૭૨ ગ્રામ વજનના સોનાના ટૂકડા નજર ચૂકવીને લઇ ગયો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નિઝામપુરા રોડ સરદાર નગર સોસાયટીમાં રહેતા આશિષ કિરીટકુમાર સોની ્અલકાપુરી બી.એન. ચેમ્બર્સમાં કનુભાઇ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. સયાજીગેજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છેકે અમારી દુકાનની અંદર ૧૪ અને બહારના ભાગે બે કેમેરા છે.ગઇકાલે સવારે પોણા અગિયાર વાગ્યે અમારી દુકાન પર એક ગ્રાહકે આવીને જણાવ્યંુ કે, મારે ચાંદીનો ૧૦ ગ્રામનો સિક્કો જોઇએ છે. જેથી,સ્ટાફે તેઓને ચાંદીનો સિક્કો બતાવ્યો હતો.
ત્યારબાદ તેેણે એવું કહ્યું કે, મારે સોનાની લગડી જોઇએ છે. ેજેથી,સ્ટાફે સોનાના ટૂકડા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બતાવ્યા હતા. આ ગ્રાહકે પછી એવું કહ્યું કે, મારે સોનાનો તાર લેવો છે.ત્યારબાદ તેણે કહ્યું કે, બે હજાર રૃપિયા ચાંદીના સિક્કા પેટે રાખો અને સોનાના તારનો હિસાબ કરી રાખો.હું બહારથી મહારાજને બોલાવીને આવુ છું. મારે જૈન દેરાસરમાં જ મૂકવાનો છે. આટલું કહીને તે દુકાનની બહાર જતો રહ્યો હતો. થોડીવાર રાહ જોયા પછી પણ તે પરત નહીં આવતા અમે દુકાનમાં ચેક કરતા જાણ થઇ કે, જે ડબામાં સોનાની લગડી બતાવી હતી. તેમાં સોનાના ૭૨ ગ્રામ વજનના ટૂકડા કિંમત રૃપિયા ૧૦.૫૦ લાખના ગાયબ હતા. દુકાનની બહાર જઇને આજુબાજુ તપાસ કરતા આરોપી મળી આવ્યો નહતો.
