વેપારી પાસે 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગ અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફૂટ પડી

વેપારી પાસે 10 કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગ અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફૂટ પડી

આંતર રાષ્ટ્રીય ખંડણીખોર ગેંગના રડારમાં વડોદરા આવ્યું હોવાનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.રોહિત ગોદારા ગેંગ દ્વારા વડોદરાના કેમિકલના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માગવાના કિસ્સામાં તેનો સાગરીત ઝડપાઇ જતાં રોહિત ગોદારા અને મહેન્દ્ર દેલાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આંતર રાષ્ટ્રીય ખંડણીખોર ગેંગ વચ્ચે હવે ફૂટ પડી હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે.લોરેન્સ બિશ્નોઇ ગેંગમાં મહત્વનું સ્થાન ધરાવતા રોહિત ગોદારાએ હવે પોતાની ગેંગ ઉભી કરી હોવાની અને વિદેશથી ગેંગ ઓપરેટ કરતો હોવાની વિગતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ,રોહિત ગોદારા મૂળ રાજસ્થાનના બિકાનેરના કપૂરીસર ગામનો વતની છે.મોબાઇલના દુકાનમાં કામ કરતો મિકેનિક રોહિત પત્ની સાથેના અણબનાવના કેસમાં જેલ ગયો હતો અને ત્યાંથી બહાર નીકળી ગેંગ બનાવીને ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો.લોરેન્સ બિશ્નોઇ ગેંગમાં સામેલ થયા બાદ મહત્વનું સ્થાન મેળવ્યું હતું.પરંતુ હવે બિશ્નોઇ ગેંગ થી અલગ થઇને પોતાનું નેટવર્ક ઉભું કર્યું હોવાની વિગતો જાણવા મળી છે.
વડોદરાના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માગનાર ગેંગસ્ટરનો કથિત સાગરીત કુલદીપ ગણેશદાસ સ્વામી(કલ્યાણપુરા,ચુરૃ, રાજસ્થાન) ન્યુ દિલ્હીના આંગડિયા પેઢીમાં ટોકનના રૃ.૧૦ લાખ લેવા આવતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે તેને દબોચી લીધો હતો.જેથી આ ગુનામાં રોહિત ગોદારા વોન્ટેડ હોવાથી જ્યારે પણ પકડાશે ત્યારે વડોદરા લવાશે.

વડોદરાના વેપારી પાસે ખંડણી વસૂલવાના કેસમાં રૃ.૧૦ લાખની રકમ લેવા આવતાં વડોદરા અને દિલ્હી પોલીસના છટકામાં છટકામાં પકડાઇ ગયેલા રોહિત ગોદારા ગેંગના કથિત સાગરીત કુલદીપ સ્વામીની કારમાંથી રૃ.ચાર કરોડનું હેરોઇન મળી આવતાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી તા.૧૮મી સુધી રિમાન્ડ મેળવ્યા હોવાની માહિતી જાણવા મળી છે.રિમાન્ડ પુરા થતાં વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી વડોદરા લાવવાની તજવીજ કરશે.

વડોદરાના કેમિકલના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માગનાર રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણીની રકમ વિદેશમાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.જો કે વેપારી આટલી મોટી રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નહિ હોવાથી છેલ્લે ટોકન પેટે રૃ.૧૦ લાખ ચૂકવવા માટે વાત થઇ હતી અને તે મુજબ દિલ્હીના ચાંદનીચોક ખાતે હવાલાથી ટોકનની રકમ લેવા માટે કુલદીપ સ્વામી આવતાં દિલ્હી અને વડોદરા પોલીસે તેને દબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...