યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારી લેનાર વડોદરા ફાયરબ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ

યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારી લેનાર વડોદરા ફાયરબ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ

સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ બાદ યુવતીને વડોદરાના મકાનમાં રાખી મરજીથી બાંધેલા સબંધ દરમિયાન ન્યૂડ વીડિયો ઉતારી લેવાના ગુનામાં પોલીસે વડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ કરી છે.

પોલીસના કહ્યા મુજબ,દક્ષિણ ગુજરાતની યુવતી વડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર ઉત્પલ પટેલ સાથે સાત-આઠ મહિના પહેલાં સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી.શરૃઆતમાં યુવક પરિણીત છે તેની યુવતીને જાણ નહતી.

યુવકે તેને વડોદરા બોલાવી લીધી હતી અને બંને જણા લક્ષ્મીપુરાની માધવપાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં લિવ ઇન રિલેશનશિપમાં થોડો સમય સાથે રહ્યા હતા. આ દરમિયાન યુવકે તેની નોકરી પણ છોડાવી દીધી હતી.

યુવતીએ પોલીસને કહ્યું છે કે આ દરમિયાન અમે મરજીથી શારીરિક સબંધ બાંધ્યો હતો,પરંતુ મારી જાણ બહાર યુવકે ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો.લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતે આ ફરિયાદને આધારે ગુનો નોંધી દાંડિયા બજાર ફાયર બ્રિગેડના સબ ઓફિસર ઉત્પલ મનુભાઇ પટેલ(હાલ રહે.સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી,દાંડિયાબજાર ફાયર સ્ટેશન પાસે મૂળ નવસારી)ની ધરપકડ કરી વીડિયો વાયરલ કર્યો છે કે કેમ તે જાણવા મોબાઇલ કબજે લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...