રિલાયન્સ ટાઉનશિપમાં ૮ મહિનાની બાળકીને પાડોશીેને સોંપીને ગળા ફાંસો ખાઇ લેનાર મહિલાના કેસમાં પોલીસે તેના પતિ,સાસુ અને સસરા સામે આપઘાત માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે.
ઉડેરા ખાતે રિલાયન્સ ટાઉનશિપના સેક્ટર-૧માં રહેતો અને એન્જિનિયર તરીકે નોકરી કરતો સુધીરકુમાર અનેકસિંંગ (રૃમ ૨-બી/૫૧૨)તા.૮ મીએ મોબાઇલ રિપેર કરાવવા માટે સિટિમાં ગયો ત્યારે તેની પત્ની સીમાએ ગળાફાંસો ખાઇ લીધો હતો.આપઘાત કરતાં પહરેલાં સીમાએ આઠ માસની બાળકીને પડોશીને સોંપી હતી.
ઉપરોક્ત બનાવ અંગે સીમાના ભાઇ અનિલકુમાર જાટવ(ઇંટા,યુપી)એ પોલીસને કહ્યું છે કે સીમાને તેનો પતિ સુધીરકુમાર, સાસુ શાલાદેવી અને સસરા અનેકસિંગ પ્લોટ લેવા માટે રૃ.બે લાખની માગણી કરી ખૂબ ત્રાસ ગુજારતા હતા.સુધીરે મારો મોબાઇલ પણ બ્લોક કરી દીધો હતો.આગલે દિવસે સુધીરે મારા ભાઇને મેસેજ કરી સીમા મોબાઇલ રીપેર કરાવી આપતી નથી,હું તેને મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી.
સીમાના ભાઇએ કહ્યું છે કે આપઘાતની જાણ થતાં અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે સીમાનો મૃતદેહ જોતાં તેના પગે હિન્દીમાં લખાણ લખેલું હતું.જેમાં મેં દુનિયા સે જા રહી હું,પતિ અપને ઘરવાલોં કો ખુશ રખે..મેં સહન નહી કરપાઇ પીટાઇ…જેવા શબ્દો લખેલા હતા.જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
