મંદીને કારણે દિવાળી વેકેશન લાંબું ચાલશે

સુરત, હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે તો કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. કાચા માલમાં થયેલા બેફામ ભાવ વધારા બાદ મેન્યુફેક્ચનિંગ એકમોને ઉત્પાદન પર અસર પડી છે.

એવામાં આ વર્ષે દિવાળી વેકેશન લાંબુ પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. નવરાત્રીથી વિવીંગ અને એમ્બ્રોઈડરીના ખાતાઓમાં કામ કરતાં ઉત્તર અને પૂર્વ ભારતના કારીગરોએ વતનની વાટ પકડી છે જે હજુ સુધી યથાવત છે.

આ વર્ષે વિવીંગ એકમોમાં સ્વૈછિક લાંબુ વેકેશન રહે તેમ છે. સુરત વીવર એસોસીએશનના પ્રમુખ વિજય માંગુકિયા કહે છે કે, કાચા માલના બેફામ ભાવ વધારા બાદથી ઘર આંગણે ઉત્પાદન પર મોટી અસર થઈ છે.

તેમજ લેવાલી ન હોવાને કારણે કાપડનો મોટો સ્ટોક જમા થયો છે. યાર્નના બેફામ વધારા સામે વિવર ઝઝૂમી રહ્યા છે. બજારમાં રોકડની તંગી સર્જાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે , એકલા સાયણ વિસ્તારમાં જ દોઢેક લાખ સાદ અને એડવાન્સ લુમ્સ છે. કાપડનું પ્રોડકશન જમા થયું હોવાથી લાંબુ વેકેશન રાખી ઉત્પાદનને સમતોલ કરી શકાય તેમ છે. હાલ તો કહી શકાય કે સ્વૈચ્છીક વેકેશન ૨૦ થી ૨૫ સુધી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *