ફિલ્મ સૂર્યા સામેની પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી

મુંબઇ : દિલ્હી હાઇકોર્ટે સની દેઓલની ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’ની રજૂઆત સામે કરવામાંઆવેલી જનહિતની અરજીને નકારી કાઢતાં આ ફિલ્મ ૨૦ નવેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થવા આડેનો અંતરાય હટી ગયો છે.આ ફિલ્મમાં ડોક્ટરોનાં નકારાત્મક ચિત્રણ સામે વાંધો લેવાયો હતો.

હાઇકોર્ટના ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે સિંગલ જજ સામે અન્ય એક રીટ પિટિશનમાં આ જ મુદ્દો ઉભો કરવામાં આવેલો હોઇ કોર્ટ આ જનહિતની અરજી નકારે છે.
અદાલતે અરજદારોને સિંગલ જજ સામે કરવામાં આવેલી રીટ પિટિશનમાં જોડાવાની અથવા અન્ય ઓથોરિટી સામે રજૂઆત કરવા જણાવ્યું હતું.

સેન્સર બોર્ડના વકીલે જણાવ્યું હતું કે આ ફિલ્મને હજી પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું નથી અને આ ફિલ્મ ઓરિજિનલ નથી પણ તે દક્ષિણની એક ફિલ્મની રીમેક છે જે પ્રદર્શિત થઇ ચૂકી છે.ફિલ્મના ટીઝરમાં ડોક્ટર સામેની હિંસાને ઉત્તેજન આપવામાં આવ્યું હોવાથી તથા તેમાં આરોગ્ય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર હોવાની ગેરવાજબી રજૂઆત કરવામાં આવી હોઇ આ અરજી ડોક્ટર્સે દ્વારા કરાઇ હતી. આ મામલે હવે સોળ નવેમ્બરે સુનાવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *