સગીરા સાથે બળજબરી અને દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાના પિતા દ્વારા આ મામલે સગીર પુત્રીની સુરક્ષા અને ન્યાય માટે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પીડિત સગીરા અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી અને તેઓ ફોન પર વાતચીત કરતા હતા. આ ઉપરાંત, ટ્યુશન ક્લાસીસમાં જતી વખતે પણ બંને અવારનવાર એકબીજાને મળતા હતા.
ઘટનાના દિવસે, સગીરા ટ્યુશન ક્લાસીસ જવાના બહાને ઘરેથી વહેલી નીકળી હતી. આ દરમિયાન, આરોપી યુવકે સગીરાને લગ્ન કરવાની ખોટી લાલચ આપી, ફોસલાવીને પોતાના વાહન પર બેસાડી એક બંધ કાફેમાં લઈ ગયો હતો. કાફેની ચાવી યુવક પાસે હોવાથી તેણે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી સગીરાને પરત મૂકીને જતો રહ્યો હતો.
