ફ્લાઈટમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરની હવે કેવી છે તબિયત! જાણો હેલ્થ અપડેટ

ફ્લાઈટમાં 170 જિંદગી બચાવનારા ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરની હવે કેવી છે તબિયત! જાણો હેલ્થ અપડેટ

દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કોકપિટની અંદર થયેલા હિંસક હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની તબૂકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે તેમની હાલત સ્થિર છે અને દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે. સાઉદી અધિકારીઓ સાથે પણ સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે. 30 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં 174 લોકો સવાર હતા. ઉડાન દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના કોપાયલટ વચ્ચે કોકપિટમાં વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર કોપાયલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિતે વિમાનનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

ઘટના બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવાથી મુસાફરો અને ક્રૂને હુમલાખોરને કાબૂમાં લેવાની તક મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે જે પગલું લીધું તેને બંને દેશોના નેતાઓએ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

કેપ્ટન સ્મિત મચ્છર અગાઉ સ્પાઇસજેટમાં કામ કરી ચૂક્યા છે. તેઓ લગભગ 11 વર્ષ સુધી સ્પાઇસજેટ સાથે જોડાયેલા રહ્યા હતા અને 2022માં ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેઓ બોઇંગ 737 વિમાન ઉડાવે છે અને તેમની પાસે પાઇલટ તરીકેનો ખુબ જ બહોળો અનુભવ છે. અગાઉ તેઓ અન્ય પાઇલટોને તાલીમ અને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. હાલમાં સ્મિત મચ્છર તબૂકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય દૂતાવાસે તેમની તબિયત પર નજર રાખવાની સાથે તેમના પરિવારને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ફ્લાઇટમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...