પાંચ માસમાં પાણીજન્ય બિમારીના ૧૭,પ૭પ કેસ નોંધાતા ફફડાટ

પાંચ માસમાં પાણીજન્ય બિમારીના ૧૭,પ૭પ કેસ નોંધાતા ફફડાટ

ચોમાસાની ઋતુમાં ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થયો હતો, જેના કારણે મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની કતાર લાગી રહી હતી. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ માસમાં એટલે કે ગત મે થી સપ્ટેમ્બર માસમાં પાણીજન્ય બિમારીના કુલ ૧૭,પ૭પ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ વગેરેનો સમાવેશ થતો હોય છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા કરચલીયા પરા, કુંભારવાડા, સાંઢીયાવાડ, ખેડૂતવાસ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારમાં આવેલ મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની ભીડ જામી હતી. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે તબીબ દ્વારા દર્દીઓને દવાઓ સાથે શું ધ્યાન રાખવુ તેનુ માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

પાણીજન્ય બિમારીના કેસ વધતા ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાયો હતાો ત્યારે પાણીજન્ય બીમારીથી બચવા માટે લોકોએ સાવચેત રહેવુ જરૃરી છે તેમ તબીબ સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડા માત્ર મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોના છે, જયારે ખાનગી દવાખાના, હોસ્ટિપલોમાં પણ ઘણાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જે આંકડો વધુ મોટો હોવાની શકયતા છે પરંતુ તેનો સત્તાવાર આંકડો મળ્યો નથી.

પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી શરૃ ઃ અધિકારી

ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ઓઆરએસના પેકેટ તેમજ કલોરિનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે ત્યારે લોકોએ સાવચેતીના પગલ લેવા જરૃરી છે, જેમાં પાણી ઉકાળીને પીવુ, ખરાબ પાણી ન પીવુ, કંઈ પણ ચીજવસ્તુ ખાતા પહેલા હાથ ધોવા, વાસી ખોરાક ન ખાવો, શૌચાલયમાંથી નિકળીને પણ હાથ ધોવા વગેરે પગલા લેવા જોઈએ તેમ મહાપાલિકાના રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. વિજય કાપડિયાએ માહિતી આપતા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...