અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓ અંગે હિતધારક પરામર્શ બેઠકનું આયોજન

અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓ અંગે હિતધારક પરામર્શ બેઠકનું આયોજન
 સર્વોચ્ચ અદાલતના તા. ૨૫/૦૫/૨૦૨૬ ના હુકમથી અરવલ્લી હિલની વ્યાખ્યા, તેનું જૈવિક મહત્વ અને રક્ષણની ચકાસણી માટે Director General ICFRE ની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટી (HPC) ની રચના કરવામાં આવેલ છે.

આ કમિટી દ્વારા તા. ૦૮-૧૦-૨૦૨૬ થી તા. ૦૯-૧૦-૨૦૨૬ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડા અને ઇડરગઢ, વડાલી તાલુકાના રામેશ્વર કંપા (વડાલી), તેમજ ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ અને નવામોટા (બેરોજ) જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવશે.
આ મુલાકાતના ભાગરૂપે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની અખંડિતતા, સંરક્ષણ, જમીન ઉપયોગ તથા સંબંધિત મુદ્દાઓ અંગે હિતધારકોના સૂચનો, મંતવ્યો, રજૂઆતો અને માહિતી મેળવવા માટે તા. ૦૮-૧૦-૨૦૨૬ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે હિતધારક પરામર્શ બેઠક રાખવામાં આવેલ છે.

આ બેઠકમાં સ્થાનિક પર્યાવરણવિદો, માઇનીંગથી પ્રભાવિત આદિવાસીઓ, એનજીઓ, માઇનીંગ લીઝ હોલ્ડરો અને જિલ્લાના લગત અધિકારીશ્રીઓ સાથે અરવલ્લી હિલને લગત વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આ અંગે કોઇ સૂચન કે રજૂઆત હોય તો તેની વિગતો સાથે તા. ૦૭-૧૦-૨૦૨૬ ના રોજ ૧૭.૦૦ કલાક સુધીમાં નાયબ વન સંરક્ષકશ્રી સાબરકાંઠા, હિંમતનગર ટાવર સામેની કચેરીએ રૂબરૂમાં પહોંચતી કરવા વિનંતી છે, જેથી તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય. એમ નાયબ વન સંરક્ષણ હિંમતનગર સાબરકાંઠા ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...