સીબીઆઇની ચાર્જશીટમાં સરકારી અધિકારીઓના નામ ન હોવાની શક્યતા

સીબીઆઇની ચાર્જશીટમાં સરકારી અધિકારીઓના નામ ન હોવાની શક્યતા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) એક સપ્તાહની અંદર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ- અંડર ગ્રેજયુએટ ૨૦૨૬ (નીટ-યુજી ૨૦૨૬) પેપર લીક કેસમાં પોતાની બીજી અને અંતિમ ચાર્જશીટ દાખલ કરશે.

જો કે આ ચાર્જશીટમાં કેન્દ્ર સરકાર અથવા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નાં કોઇ અધિકારીને આરોપી બનાવવાની સંભાવના નથી. મીડિયા અહેવાલ અનુસાર સીબીઆઇ તપાસમાં ૧૩ લોકોની ભૂમિકા જાણવા મળી છે. જેમાં એનટીએના વિષય નિષ્ણાત, કોચિંગ સેન્ટર ચલાવનારા, વચેટિયાઓ અને ઉમેદવાર સામેલ છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સી પોતાની અંતિમ ચાર્જશીટમાં કોઇ પણ સરકારી અધિકારી (જેમાં એનટીએનાં પદાધિકારી પણ સામેલ છે)ને આરોપી બનાવશે નહીં. તપાસમાં પ્રાઇવેટ લોકો સિવાય અન્ય કોઇની સંડોવણી પુરવાર થઇ નથી. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ સાથે જ નીટ-યુજી ૨૦૨૬ની અમારી તપાસ પૂર્ણ થઇ જશે.

૩ મે અને પછી ૨૧ જૂને ફરી પરીક્ષા આપનારા શશાંક મૌર્યે જણાવ્યું હતું કે એનટીએ અને શિક્ષણ મંત્રાલયનાં અધિકારીઓની સાઠગાંઠ વગર નીટનું પેપર લીક થઇ શકે તેમ ન હતું. એનટીએનાં અધિકારી જ મુખ્ય દોષિત છે અને તેમને સજા મળવી જોઇએ.

પેપર લીક કેસમાં પ્રથમ ચાર્જશીટ ૨૮ જુલાઇએ દાખલ કરવામાં આવી હતી. જેમાં ૧૩ આરોપીઓનાં નામ સામેલ છે. તેમાં એનટીએ દ્વારા નિમણૂક કરાયેલા ત્રણ વિષય નિષ્ણાત પણ સામેલ છે. વિષય નિષ્ણાતોમાં બોટોની અને ઝુલોજી માટે મનીષા ગુરુનાથ મંધારે, કેમેસ્ટ્રી માટે વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સ માટે મનીષા સંજય હવલદારનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...