છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા વાસણારોડના મિડ સિટી જીમના સંચાલક સામે ગુનો નોંધાયો

છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા વાસણારોડના મિડ સિટી જીમના સંચાલક સામે ગુનો નોંધાયો

વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં સગીરાની છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા મિડ સિટી જીમના સંચાલક સામે કર્મચારીઓની માહિતી છુપાવવા બદલ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે.

વાસણા રોડના જલધારા એપાર્ટમેન્ટમાં આવેલા મિડ સીટી જીમમાં જન્માષ્ટમીના દિવસે વર્કઆઉટ કરવા ગયેલી સગીર વયની વિદ્યાર્થીનીને જીમ ટ્રેનર દ્વારા ઊંચાઈ માપવાના નામે કેબિનમાં બોલાવી અભદ્ર છેડછાડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ટ્રેલરની અટકાયત પણ કરી હતી.

ઉપરોક્ત બનાવવા બાદ અકોટા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મીડ સીટી જીમમાં કર્મચારીઓના રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરવામાં આવતા ધાર્મિક પુરોહિત નામના એક કર્મચારીનું રજીસ્ટ્રેશન નહીં કરાયું હોવાનું અને પોલીસને જાણ નહીં કરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ જીમના સંચાલક મેહુલ ચંદ્રકાંતભાઈ સોલંકી (અયોધ્યા ટાઉનશીપ, સોમનાથ નગર પાસે, તરસાલી) સામે ગુનો નોધી અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...